લાઠી તાલુકાના હજીરાધાર ગામની સર્વે નઁ. ૩૩/૧ (પડતર)ની જમીનમાં કરાયેલ દબાણ દુર કરવા મામલતદારને રજુઆત કરાઈ. લાઠી તાલુકાના હજીરાધાર ગામમાં શિવ મંદીર વાળા વિસ્તારમાં આવેલ સરકારી કેનાલ,દામનગર-ધામેલ રાજમાર્ગ અને ગામતળ ની પડતર જમીનમાં આ જ ગામનાં રસિકભાઈ પરશોતમભાઈ કળથીયા એ ગા.પ.સ.નઁ.૩૩/૧ ની જમીનમાં તથા બિન ખેતી સ.નઁ.૭૫ પૈકીની જમીનથી પૂર્વમાં આવેલ કેનાલ તથા તેને લાગીને પૂર્વમાં આવેલ રાજમાર્ગ માં દબાણ કરેલ છે.શિવ મંદિરની નજીક આવેલ આશરે બે થી અઢી વિધા જેટલી જમીનમાં દબાણ કરેલ છે. તેમજ રાજમાર્ગ ને લાગીને એક સરકારી જૂનો કુવો હતો તેને માટીથી પુરી ને દબાણ કરેલ છે. રાજમાર્ગ નો રાભડા-ભટવદર ગામનાં સીમાડા સુધી હજીરાધાર ગામનાં ખેડૂત ખાતેદારો બળદ ગાડા, ટ્રેક્ટર,રીંગદાર જેવા મોટા ખેતી ઉપયોગી સાધન લાવવા-લઈ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરતા. પરંતું માર્ગની બન્ને બાજુ દબાણ ને કારણે પસાર થવું મુશ્કેલ થાય છે. મામલતદાર અને પ્રાંત અધિકારીને આપેલ અરજીમાં એવો ઉલ્લેખ છે કે દબાણ કર્તા એમ કયે છે કે તમારે જયાં દોડવું હોય,રજુઆત કરવી હોય અમે કોઈથી બીતા નથી. વધુમાં જુના ગામતળ ની જમીનમાં એક રીંગદાર કરી ગામને ભવિષ્યમાં ઉપયોગમાં લઈ શકાય,પ્લોટીન્ગ પડે તેવી બે થી અઢી વિધા જમીન પચાવી પાડેલ છે.અરજદારો પ્રવિણભાઈ ચકુર ભાઈ મકવાણા,વજુભાઈ તેજાભાઈ કાનમીયા, અને ખીમજીભાઈ માકાભાઈ કાનમીયા એ આ દબાણ વહેલી તકે દુર કરવા સિંચાઈ વિભાગને પણ લેખિતમાં આજે તા.૨૨-૬ ને સોમવારે રજુઆત કરેલ છે.તેમજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચને પણ અરજી આપેલ છે.રિ. અતુલ શુકલ.




