લાડબાઈ માની દરગાહના ઉર્ષની ઉજવણીના ગણતરીના દિવસો જ રહયા છે બાકી…ત્યારે અહીં હિંદુ મુસ્લિમ બિરાદરો દ્વારા હજારોની સંખ્યામાં ઉર્ષની કરાઈ છે ઉજવણી…કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે ઉર્ષની ઉજવણી નહીં કરવામાં આવે તેવી આગેવાનો દ્વારા કરાઈ જાહેરાત…
વડિયાની ભાગોળે આવેલ અમરનગર ગામ જ્યા હિન્દૂ મુસ્લિમ એકતાનું પ્રતીક મનાતી લાડબાઈમા ની દરગાહ પર શ્રદ્ધાથી ભક્તો સેવાઓ આપે છે…અહીં દરવર્ષે હિંદુ મુસ્લિમ બિરાદરો સાથે મળીને ઉર્ષની ભાવભેર ઉજવણી કરે છે ત્યારે અહીં પંદર હજારથી પણ હિન્દૂ મુસ્લિમ ભક્તો દર્શને દૂર દૂરથી આવે છે દિવસ ભર દર્શન અને ઉર્ષ સાથે મેળાનો આનંદ ઉઠાવે છે ત્યારે સમગ્ર દેશમાં કોરોના મહામારી ના કહેર વચ્ચે ઉર્ષની ઉજવણી કરવાનું આયોજન સ્થાનિક આગેવાનો દ્વારા મોકૂફ રાખવામાં આવ્યું છે…માત્ર સરકારની ગાઈડ લાઇન્સ મુજબ અને સોસીયલ ડિસ્ટન્સ ની પરેજીઓ સાથે અમુક સ્થાનિક લોકો દ્વારા સેવાપૂજા અને બંદગી કરવામાં આવશે…
હાલ આ હિંદુ મુસ્લિમ એકતાનું પ્રતીક મનાતી લાડબાઈમાં ની દરગાહ પર કોરોના મહામારી વચ્ચે લોકોના આરોગ્યની પરવાહ કરીને લાડબાઈમાં ની દરગાહ પર પંદર હજારથી વધુ સંખ્યામાં થતા ઉર્ષની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે…
રીપોર્ટર રાજુ કારીયા વડીયા


