Uncategorized

લોકડાઉન દરમ્યાન સરકારી કર્મચારીઓ ઉપર હુમલો કરનાર બે ઇસમોને પાસા હેઠળ અટકાયતમાં લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર

લોકડાઉન દરમ્યાન સરકારી કર્મચારીઓ ઉપર હુમલો કરનાર બે ઇસમોને પાસા હેઠળ અટકાયતમાં લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર

નાની મોલડી પો . સ્ટે . વિસ્તારમાં લોકડાઉન બંદોબસ્તમાં રોકાયેલ કર્મચારી ઉપર હુમલો કરનાર પરબડી ગામના બે ઇસમોને પાસામાં અટક કરી સેન્ટ્રલ જેલ લાજપોર સુરત હવાલે કર્યા

સમગ્ર વિશ્વના મોટા ભાગના દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટેથી માન . વડાપ્રધાનશ્રી દ્વારા સમગ્ર ભારત દેશનાં તમામ રાજયોમા ૩ મે સુધી લોક ડાઉન જાહેર કરેલ જે અન્વયે ગુજરાત સરકાર તથા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ . રા . ગાંધીનગરનાઓ દ્રારા સમગ્ર ગુજરાત રાજયમાં લોકડાઉન સંદર્ભે આમ જનતા દ્વારા શું કરવુ ? , શું ન કરવુ ? તે બાબતે વિસ્તૃત સુચના માર્ગદર્શન જાહેર કરી આમ જનતા દ્વારા કોવીડ – ૧૯ વાયરસ સંક્રમણ અટકાવવા અંગેની કામગીરીમાં રોકાયેલ કોઇપણ સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ ઉભો કરે કે સરકારી કર્મચારી ઉપર હુમલો કરે તેવા ઇસમો વિરૂધ્ધ તાત્કાલીક પાસા હેઠળ કાર્યવાહી કરવા ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા સુચના આપવામાં આવેલ છે .

શ્રી સંદીપ સિંઘ સાહેબ , નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જનાઓની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ દ્વારા સમગ્ર જીલ્લામાં કોવીડ – ૧૯ વાયરસ સંક્રમણ અટકાવવા જાહેર કરેલ લોકડાઉનની અમલવારી કરાવવા અંગે તથા બહારના જીલ્લામાંથી કોઇ વ્યક્તિ જીલ્લામાં પ્રવેશે નહીં તે માટે જીલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટો ઉપર ચેકપોષ્ટ ઉભી કરી , ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ . દરમ્યાન નાની મોલડી પોલીસ સ્ટેશનના બંદોબસ્તમાં રોકાયેલ કર્મચારીઓ દ્વારા આરોપી ( ૧ ) બીજલભાઇ સવશીભાઇ ચુડાસમા ત . કોળી તથા ( ૨ ) રાજેશભાઇ બીજલભાઇ ચુડાસમા ત . કોળી રહે . બંને પરબડી તા . ચોટીલા વાળાઓએ પોતાની મહિન્દ્રા પીકપ ગાડી લઇને નીકળતા તેઓને ઉભા રખાવી પુછપરછ કરતા , પોલીસ દ્વારા તેમની મહિન્દ્રા પીકપ ગાડી વિરૂધ્ધ એમ . વી . એકટ કલમ – ૨૦૭ મુજબ ડીટેઇન કરેલ તેની દાઝ રાખી , એકદમ ઉશ્કેરાઇ જઇ બંદોબસ્તના હાજર કર્મચારી ઉપર ધારીયાથી હુમલો કરવા પ્રયત્ન કરી , પોતાની ગાડી પુરઝડપે બેદરકારીથી રીવર્સ ચલાવી સાહેદોના મો . સા . સાથે ભટકાડી , ફરી . ની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી બે મો . સા . ને નુકશાન કરી ગુન્હો કરેલ હોય મજકુર બંને ઇસમો વિરૂધ્ધ નાની મોલડી પો . સ્ટે . ફસ્ટ ગુ . ર . નં – ૧૧૨૧૧૦૫૯૨૦૦૧૪૦ ઇ . પી . કો કલમ – ૧૮૬ , ૧૮૮ , ૪૨૭ , ૨૭૯ , ૧૧૪ મુજબનો ગુન્હો રજી . કરવામાં આવેલ . જે ગુન્હો કામે બંને આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ .

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર શ્રી કે . રાજેશ સાહેબ દ્વારા સમગ્ર જીલ્લામાં કોવીડ – ૧૯ વાયરસ સંક્રમણ અટકાવવા અંગેની કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓ સાથે ફરજમાં રૂકાવટ કરી હુમલો કરનાર અસામાજીક ઇસમો વિરૂધ્ધ કડક હાથે કામ લઇ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે આવા ઇસમો વિરૂધ્ધ અસરકારક કાર્યવાહી કરવા સુચના કરેલ . જે અન્વયે શ્રી ડી . વી . બસીયા ના . પો . અધિ . લીંબડી ડીવીઝન તથા શ્રી ડી . એમ . ઢોલ પો . ઇન્સ . એલ . સી . બી . સુરેન્દ્રનગરનાંઓના સુચના / માર્ગદર્શન મુજબ એલ . સી . બી . પો . સ . ઇ . શ્રી વી . આર . જાડેજા તથા નાની મોલડી પો . સ્ટે . પો . સ . ઇ . શ્રી ડી . બી . ચૌહાણ સા . તથા પોલીસ ટીમ દ્વારા નાની મોલડી પો . સ્ટે . ના પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી હુમલો કરનાર અસામાજીક ઇસમો ( ૧ ) બીજલભાઇ સવશીભાઇ ચુડાસમા ( ત કોળી ) ઉ . વ . ૪૭
( ૨ ) રાજેશભાઇ બીજલભાઇ સવશીભાઇ ચુડાસમા ( ત . કોળી ) ઉ . વ . ૨૪ રહે . બંને પરબડી તા . ચોટીલા વાળાઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મ્હે. જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી સુરેન્દ્રનગરનાઓ મારફતે મજકુર બંને ઇસમોના પાસા વોરન્ટ મેળવી બંને ઇસમોનાં કોવીડ ૧૯ ના ચેપ અંગેની સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ કોવીડ – ૧૯નો ટેસ્ટ કરાવી પાસા ધારામાં અટકાયત કરી મેડીકલ રીપોર્ટ સાથે સેન્ટ્રલ જેલ લાજપોર સુરત હવાલે કરવામાં આવેલ છે .

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા, લીંબડી.

IMG-20200502-WA0005-1.jpg IMG-20200502-WA0006-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *