વડિયાની મુખ્ય બજાર ની દુકાનો માં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું ના હોય પોલીસ દ્વારા કાર્યવાહી
વડિયા
સમગ્ર વિશ્વ કોરોના મહામારી થી પીડાઈ રહ્યું છે ત્યારે સરકાર દ્વારા અસરકારક પગલાં ના ભાગ રૂપે લોકડાઉન નો કડક અમલ થાય તેમાટે જેતે જિલ્લા માં જીવન જરૂરિયાત ની વસ્તુઓ ખરીદવા માટે જે છૂટછાટ આપવામાં આવી છે તેમાં જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા માં લોકોની ભીડ એકથી ના થાય તે માટે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તંત્ર દ્વારા વેપારીઓ ને સૂચના આપવામાં આવેલ અને માસ્ક પહેરવું પણ ફરજીયાત કરેલ જેથી કોરોના મહામારી ના ચેપ ને અટકાવી શકાય. વડિયા ની મુખ્ય બજાર માં પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સ નો ભંગ જોવા મળતા અહીંની ખુશ્બુ જનરલ સ્ટોર ના જીતેન્દ્ર સાદરાણી, બંસીધર ટ્રેડર્સ ના કમલેશ રાંક અને હિતેશ સેલ્સ એજન્સી ના હિતેશ કોટડીયા પર જાહેરનામા ભંગ બદલ ની કલમ 269, 270, 188મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે
રિપોર્ટ રાજુ કારીયા વડીયા