વડિયા તબીબ દ્વવારા ઉપસરપંચ અને દર્દી પર હુમલો થતા વડિયા સ્વયંભૂ બંધ ના ભણકારા
ફિલિપાઇન્સ થી ડિગ્રી લઇ આવેલા તબીબ ની દાદાગીરી થી લોકો સ્તબ્ધ
ડોક્ટર દ્વવારા ઈસ્ટુમેન્ટ મારી હુમલો કરતા દર્દી ની હાલત ગંભીર બનતા મામલો બિચક્યો
વડિયા
કોરોના કાળ માં લોકો એ ડોક્ટર ને ભગવાન સમાન ગણી દેવતાની જેમ પૂજા કરતા જોવા મળ્યા છે. પરંતુ વડિયા માં ફિલિપાઇન્સ થી આવેલા ડો. પટોડીયા જે વડિયા ના ઢોળવા રોડ પર પોતાનું દવાખાનું ચલાવે છે. છેલ્લા ઘણા સમય થી વડિયા માં દર્દીઓ ની આ ડોક્ટર બાબતે ઉપ સરપંચ છગનભાઇ ઢોલરીયા ને ફરિયાદ હોય આ બાબતે એક દર્દી સાથે જતા ડોક્ટર ના બેદરકારી ભર્યા વર્તન ની ચર્ચા અને રજુવાત કરતા ડોક્ટર પટોડીયા ઉશ્કેરાઈ જય ઉપ સરપંચ સાથે હાથા હાથ ની મારામારી કરતા ઉપરાંત દર્દી એ રજુવાત કરતા દર્દી ધીરુભાઈ કુરજીભાઈ ઢોલરીયા ને બીપી માપવાનું ઈન્સ્ટુમેન્ટ મારતા માથાના ભાગે ઇજા થતા ડોક્ટર પોતાનો ધર્મ ભૂલ્યા અને દર્દી તથા ઉપ સરપંચ પર હિચકારો હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બાબતની વધુ તાપસ વડિયા પોલીસ કરી રહી છે. આવા ધર્મ ભૂલેલા ડોક્ટર ને કાયદાનું ભાન કરાવવા લોક માંગણી ઉઠી છે. આ બાબત ના સમાચાર વડિયા ગામ માં ફેલાતા ગામલોકો પણ અચંભા માં મુકાયા હતા આ ઉપ સરપંચ અને દર્દી પર હુમલાના ભણકારા આવતી કાલે વડિયા ગામ સ્વયં ભૂ બંધ રહે તેવી પુરી શક્યતા જોવાઈ રહી છે.અને ડોક્ટર ની ડિગ્રી બાબતે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે તો આ બાબતે યોગ્ય તપાસ અને કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી રહી છે.
રિપોર્ટર રસિક વેગડા સાથે રાજુ કારિયા વડિયા




