વડિયા ના અમરાપુર ગામે પૂર મા તણાયેલ ખેડૂત પુત્રવધુ ના પરીવાર ને ચાર લાખ ની સહાય
વડિયા
વડિયા તાલુકા ના અમરાપુર ગામે પેહલા વરસાદ મા આવેલ પૂર મા ટ્રેક્ટર ની લારી તણાઈ હતી. જેમાં બેસેલા સ્વ. કોમલબેન નિલેશભાઈ ગેવરિયા નુ વાડીએ થી ખેતીકામ કરી પરત ફરતી વખતે પાણી મા ડૂબી જવાથી અકસ્માતે મૃત્યુ નીપજ્યું હતુ. ગુજરાત સરકાર ના આકસ્મિક સહાય ભંડોળ માંથી ચાર લાખ ની રકમ ની સહાય નો ચેક મૃતક ના પરિવાર ને અમરાપુર ના સુખાભાઈ વાળા અને તલાટી મયુરભાઈ અને ઉપસરપંચ અશોકભાઈ ના હસ્તે આજે આપવામાં આવ્યો હતો. આકસ્મિક મૃતક ના પરીવાર પર આવી પડેલી આપતી મા આર્થિક મદદ મળે તે હેતુથી આ સહાય સરકાર દ્વારા ચૂકવવા મા આવે છે.
રિપોર્ટ રાજુ કારિયા વડીયા



