વડિયા ના બરવાળા બાવળ ગામે થી મધ્યપ્રદેશ ના શ્રમિકો ની છ બસ રવાના
વડિયા
સમગ્ર વિશ્વ કોરોના મહામારી થી પીડાઈ રહ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મહામારી ને કંટ્રોલ કરવામાટે સમગ્ર દેશ ને લોકડાઉન કરવામાં આવ્યો છે આ લોકડાઉન માં બીજા રાજ્ય ના શ્રમિકો ગુજરાત માં પોતાનું પેટીયું રડવા આવ્યા હોય શિયાળુ મૌસમ પછી ના સમય થી ખેતી ક્ષેત્રે ઉનાળુ મૌસમ માટે પાણી ની તંગી થી કામ ના હોય અને લોકડાઉન ના કારણે ફસાયા હોવાથી સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ની મંજૂરી થી બરવાળા બાવળ ગામના સરપંચ રવજીભાઈ પાઘડાળ, તલાટી મંત્રી દાફડા ભાઈ અને ૐ ગેલેક્સ ટ્રાવેલ્સ ના સંચાલક પપ્પુભાઈ મોગલ દ્વારા બરવાળા બાવળ ગામે થી મધ્યપ્રદેશ ના બરવાની સુધી કુલ છ (6)બસ ભરી ને મંજૂરી ની કાર્યવાહી ની જહેમત ઉઠાવી આજે રવાના કરવામાં આવ્યા છે.
રીપોર્ટર રાજુ કારિયા વડીયા