વડિયા પોલીસ નો સપાટો માસ્ક વગર ના 50ને પાવતી પકડાવી.
વડિયા
કોરોના મહામારી મા લોકો ને અનલોક મા છૂટછાટ આપ્યા બાદ કોરોના કેસ મા વધારો થયો છે. લોકોને નિયમો નુ પાલન કરાવવા અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબ ની સૂચના થી માસ્ક વગર જાહેર મા ફરતા લોકો ની સામે કાર્યવાહી કરવા જણાવતા. વડિયા પોલીસ નુ તંત્ર એક્શન મા આવ્યુ હતુ. બપોર બાદ એક જ દિવસ મા 50 જેટલા લોકો ને 200રૂપિયા લેખે દંડ ફટકારતા જોવા મળ્યા હતા. કુલ 10000જેટલી રકમ નો દંડ ફટકારવા મા આવતા લોકો માસ્ક પ્રત્યે જાગૃત થવા લાગ્યા હતા. કોરોના ને રોકવા લોકજાગૃતિ જરૂરી છે તે માટે હવે પોલીસે દંડ નુ હથિયાર હાથ મા લઇ લોકો ને નિયમો નુ પાલન કરાવવાનુ ચાલુ કર્યું છે.
રિપોર્ટ રજૂ કારિયા વડીયા



