Uncategorized

વડિયા માં વહીવટી તંત્ર દ્વવારા કોરોના ગાઇડલાઇન ના કડક પાલન ની અમલવારી.

વડિયા માં વહીવટી તંત્ર દ્વવારા કોરોના ગાઇડલાઇન ના કડક પાલન ની અમલવારી.

કોરોના સંક્ર્મણ રોકવા સ્થાનિક મામલતદાર બજાર અને રસ્તામાં જોવા મળ્યા.

વડિયા
કોરોના મહામારી એ ફરી વિશ્વ અને દેશને બાનમાં લીધુ છે ત્યારે કોરોના સંક્ર્મણ રોકવા તંત્ર દ્વવારા કોરોના ગાઈડ લાઈન ના ચુસ્ત પાલન કરાવવા ધમપછાડા કરતુ જોવા મળ્યું છે. અમરેલી જિલ્લા કલેક્ટર ની સૂચના થી વડિયા મામલતદાર દ્વવારા કોરોના સંક્ર્મણ રોકવા વડિયા ની બજારોમાં ભીડ વાળા વિસ્તારમાં દુકાનદારો ના કોરોના ટેસ્ટ કરાવવા ઉપરાંત લોકો દ્વવારા સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક બાબતે ચુસ્ત અમલ કરાવવા બજારો અને જાહેર રસ્તાઓ પર તંત્ર જોવા મળ્યું હતુ. વડિયા વિસ્તારમાં છેલ્લા બે મહિના માં કુલ 6413 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 892RTPCR અને 5521રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોરોના ગાઈડ લાઈન નું પાલન કરાવવા છેલ્લા દસ દિવસ માં કડકાઈ થી અમલવારી કરી કુલ એક લાખ પાંત્રીસ હજાર (1, 35, 000)ની રકમ નો દંડ પણ વસુલાવવામાં આવી છે. આવી રીતે તંત્ર દ્વવારા દુકાનો, બજારો, હોટલ ની વારંવાર મુલાકાત લઇ કોરોના ગાઇડલાઇન નું પાલન કરાવવા માં આવે તો ચોક્કસ કોરોના સંક્ર્મણ રોકી શકાય છે. આ છેલ્લા દસ દિવસ ની જુમ્બેશ માં વડિયા મામલતદાર કનકસિંહ પરમાર, પ્રશાંત ભીંડી, ભાવિન મંગલસીકા, મહેશ પટોળીયા અને પીએસઆઇ સાંબડ ની ટીમ દ્વવારા કામગીરી કરી કોરોના રોકવા કોરોના ગાઈડલાઈન નું સખત પાલન કરાવવામાં આવી રહ્યુ છે.તેના કારણે જ વડિયા વિસ્તારમાં કોરોના સંક્રમણ ઓછું જોવા મળે છે.

IMG-20201203-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *