કોરાના માહામારીમાં માનવજાતને બચાવવા માટે સમપિત પત્રકારો,પોલીસ,ડોકટરો નસો પેરામેડીકલ સ્ટાફ સફાઈ કામદાર ખેડૂતો અને ખેત મજુરોને સો સો સલામ
એક મેં ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વિશ્વ મજદૂર દિવસ તરીકે મનાવવામાં આવે છે આજના આધુનિક વિજ્ઞાન તેમજ રોબોટિક યોગમાં માનવજાત માટે એક માણસને જાણે કે બેકાર બનાવી દીધો છે માણસને દિવસેને દિવસે પાંગળો અને નમાલો કરી દીધો છે અત્યારના રોબોટિક તેમજ મશીનરીના વધતા ઉપયોગે આજે માણસને કામ વગરનો કરી મૂકે છે અથવા કરી મુકશે અત્યારે વિશ્વકર્મા કોરોના જેવા રોગે દુનિયા આખીને ધમરોળી અને હેરાન પરેશાન કરેલ છે ત્યારે લોકો માટે પોતાની ફરજ નિભાવતા ડોક્ટર પોલીસ પેરામેડિકલ સ્ટાફ સફાઈ કામદારો પર અમાનુષી અત્યાચાર થાય છે ક્યારેક તો જીવલેણ હુમલા પણ થાય છે તે લોકો પણ પોતાની ફરજ એક મજદૂર ની જેમ જ નિભાવે છે ત્યારે એમ થાય કે મજદૂર પર થતાં અત્યાચાર બંધ ક્યારે થશે તારીખ ૧ મે ૧૮૮૬ ના દિવસે અમેરિકાના શિકાગો શહેરમાં કામદારોની માંગણી માટે એકઠાં થયેલ લોકો પર અમાનુષી અત્યાચારમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ગોળી લાગવાથી ૮ કામદારોના મૃત્યુ થયા હતા ત્યારથી પહેલી મે ના દિવસને વિશ્વ મજદૂર દિવસ તરીકે મનાવવામાં આવે છ
ડાયાભાઈ ગજેરા પ્રમુખ ગુજરાત કિશાન સંધ
રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા