*વિસાવદરના શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિસાવદર બાર એસોસિયેશન પ્રમુખ કોરોના ગ્રસ્ત*
આજરોજ યુવા ધારાશાસ્ત્રી નયનભાઈ જોષી કોરોના પોઝીટીવ રીપોટૅ આવતા લોકોમાં ચિંતાનુ વાતાવરણ સર્જાયું છે.કેમ કે સતત લોકસંપર્કથી વ્યસ્ત રહેતા ધારાશાસ્ત્રી નયનભાઈ જોષી કોંગ્રેસ શહેર પ્રમુખ તરીકે રાજકીય રીતે પણ પોતાનું મહત્વ નું સ્થાન ધરાવે છે અને લોકોના મુશ્કેલ પ્રશ્નોનુ પોતાની વ્યક્તિગત સુઝબુઝ સાથે ઉકેલ લાવતા એડવોકેટ જાહેરજીવનમાં ભારે લોકપ્રિયતા ધરાવે છે.તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોતાના સંપર્ક આવેલા નાગરીકોને સતકૅતા કેળવવા અનુરોધ કરેલ છે.
રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર


