શિવરાજપુર બ્લ્યૂ ફ્લેગ બીચ કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં મહા પ્રેસ કોંફ્રન્સ(જાહેર સુનાવણી )
શિવરાજપુર બીચને વૈશ્વિક ઓળખ મળી છે ત્યારે સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયાનું ખર્ચ કરી વિકાસ કરવામાં આવી રહ્યું પણ સ્થાનિક નાગરિક અશોકભા એસ માણેક દ્વારા ઈકોલોજી કમિશન ગાંધીનગર પાસેથી માહિતી અધિનિયમ 2005 અંર્તગત અનેક વાર માહિતી માંગી પણ સ્પષ્ટ માહિતી ના મળતા આ જાગૃત યુવાન દ્વારા GEC ના અધિકારીઓ ને મીડિયા સામે બીચ કમિટી અધ્યક્ષશ્રી કલેક્ટર સાહેબ અને ગ્રામજનો સામે માહિતીનો ખુલાસો કરવા પડકાર ફેંકવામાં આવ્યું છે.
આગામી તારીખ 16/01/2021 ને શનિવાર સમય બપોરે 03:00 કાલકે શિવરાજપુર બીચ ખાતે આ પ્રેસ કોન્ફ્રન્સ જાહેર સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેની સ્થાનિક અને પ્રાદેશિક મીડિયા પણ આતુરતાથી રાહ જોય છે તો આવા જાગૃતિના કર્યો કરનાર યુવાન શ્રી અશોકભા માણેકને આપણે સૌ સહકાર આપીયે અને દૂધ નું દૂધ ને પાણીનું પાણી કરવા માટે હાજરી આપીયે.
જય હિન્દ.
તારીખ 16/01/2021
શનિવાર.
સમય :- 03:00 બપોરે કાલકે
સ્થળ :- શિવરાજપુર બીચ. રિપોર્ટર વિતલ પીસાવાડિયા


