સરકાર ની લોભામણી જાહેરાતો વચ્ચે
માણાવદરના કતકપરા ગામ ના મુસ્લીમ યુવાને 1000 કીટોની સખાવત કરી
દિવસે દિવસે કોવિડ 19 કોરોના વાયરસને પૂરા વેગથી વિશ્ર્વને પોતાની ચપેટમાં લઇ રહયો છે. સરકારે અવરજવર બંધ કરાવી લોકોને બંદીવાન બનાવતા આજીવીકાનો પ્રશ્ર્ન માથાનો દુખાવો બની ગયો છે. સરકાર લોકોને સહાય કરવાની માત્ર કાગળ ઉપર જ વાતો કરી છે ત્યારે ગરીબો ને જીવાડવા અને તેમની ભુખ ઠારવા માટે દેશની માનવતા જાગી ગઈ છે.ને સખાવતો ના ધોધ છૂટયા છે
ચૂંટાયેલા નેતાઓ મત માગવા ફૂટી નીકળે છે. પણ વર્તમાન કટોકટી સમયે કોઈ નેતા જનતા નો ભાવ પૂછવા ડોકાયા નથી ત્યારે માણાવદર માં વસતા હજારો પરિવારોની મદદે લોકો જ આવ્યા છે. માણાવદર તાલુકા ના કતકપરા ગામ મુસ્લિમ યુવાન આરીફભાઇ સેતા એ અત્યારે સુધીમાં 1000 જેટલી અનાજ કરીયાણાની કીટોની સખાવત કરી હિન્દુ – મુસ્લીમ ના ભેદ દૂર કરી માત્ર માનવતાને આગળ રાખી છે.
જૂનાગઢ જિલ્લા મુસ્લિમ સમાજના યુવા મોરચાના પ્રમુખ આરીફભાઇ સેતા એ જણાવ્યું છે કે પ્રવર્તમાન સમય કટોકટી ભર્યો છે ગરીબ લોકો બંદીવાન બની ગયા છે. કામ ધંધે જવા માટેના રસ્તા બંધ કરી દેવાયા છે ત્યારે જે કોઇ પણ લોકો હિન્દુ કે મુસલમાન ભલે હોય તેમને જીવન જીવવાની તકલીફ પડતી હોય તો મારા ધરના દરવાજા 24 કલાક ખુલ્લા છે હું તમામને મદદ કરવા તૈયાર છું લોકો મારો સંપર્ક કરી શકે છે.
માણાવદરના મનસુખભાઇ રાઠોડ હાલ કામધંધા વગર મુશ્કેલી માં મુકાયા છે. ત્યારે આરીફભાઇ સેતા ને ખબર પડતા તેમણે તેમના ધરે જઇને કરિયાણા સહિત આર્થિક મદદ કરતા પરિવાર ગદગદિત બની ગયો હતો મનસુખભાઇ કહે છે કે આરીફભાઇ અમારી મદદે ન આવ્યા હોત તો કોરોનાને બદલે અમને ભૂખ ભરખી ગઈ હોત સરકાર તો માત્ર છાપાઓમાં જ મદદ કરવાની વાતો કરી વાહવાહી મેળવી રહી છે .જેમને ચૂંટ્યા છે તેવા નેતાના દર્શન દુલર્ભ બની ગયા છે
તસ્વીર – અહેવાલ
જીજ્ઞેશ પટેલ
માણાવદર
મો 99251 74176