સાવરકુંડલામાં જાહેરમાં થૂંકતા કે માસ્ક ન પહેરતા ૨૯૪ લોકો દંડાયા
નગરપાલિકા દ્વારા ૪૩ હજારથી વધુ રકમની વસૂલાત
આજે દુનિયાના મોટા ભાગના દેશો કોરોના સંક્રમણથી પીડાઈ રહ્યા છે. તેવા સમયે ભારતમાં કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા કેન્દ્ર ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
કેન્દ્ર તથા રાજ્ય સરકારના વિવિધ માર્ગદર્શક સુચનોના અનુસંધાને સાવરકુંડલા નગરપાલિકા દ્વારા પણ આ સુચનાઓનો અસરકારક અમલ થાય તે માટે સમગ્ર વહીવટીતંત્ર સાથે રહી સાવરકુંડલા નગરપાલિકા દ્વારા જુદી-જુદી ટીમ બનાવી કાર્ય કરવામાં આવી રહ્યું છે.
જે અન્વયે રાજ્ય સરકારના સૂચનોનું પાલન ન કરવા બદલ કરવા બદલ ૬૦ વ્યક્તિઓ પાસેથી વહીવટી ચાર્જ પેટે રૂ. ૬૦૦૦, જાહેરમાં થૂંકનારા ૧૯૯ વ્યક્તિઓ પાસેથી રૂ. ૧૯,૯૦૦ તેમજ ફરજીયાત માસ્કના હુકમનો ભંગ કરનારા ૩૫ વ્યક્તિઓ પાસેથી રૂ. ૧૭,૫૦૦ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756