સાવરકુંડલા ખાતે સ્વામીશ્રી નિર્દોષાનંદજી ની ત્રીજી પુણ્યતિથિ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી.- વૃક્ષારોપણ અને હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ તથા મહા રકતદાન કેમ્પ માં ૨૨૦ બોટલ રક્ત એકત્રીત કરવામાં આવ્યું.- યુટ્યુબ ના માધ્યમ થી હજારો સેવકો એ કાર્યક્રમ નિહાળ્યો.- રક્તદાતા ઓની લાઈનો લાગી.
સાવરકુંડલા બ્રહ્મલીન સ્વામીશ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે પરમ પૂજ્ય સદગુરૂ સ્વામીજી ની ત્રીજી પુણ્યતિથિ પ્રસંગે સત્સંગ, પ્રવચન, સ્વામીજી ની ષોડશોપચાર, પુજનવિધિ ભાવપૂર્વક મહાપૂજા, મહાઆરતી રક્તદાન મહાશિબિર તેમજ હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર પુણ્યતિથિ મહોત્સવ નું લાઈવ કાર્યક્રમ પ્રસારણ યુ ટયુબ ના માધ્યમ થી હજારો સત્સંગી સેવક સમુદાયે ઘરે બેઠા નિહાળ્યું હતું પરમ પૂજ્ય ભોલાનંદ સ્વામીજી એ પૂજ્ય ગુરૂજી ના દિવ્ય જીવન દિગ્દર્શન અને શ્રધ્ધાજંલી તથા સંતમહિમા વિશે પ્રવચન આપ્યું હતું. આ તકે નિઃશુલ્ક ચાલી રહેલ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ટીંબી ના લાભાર્થે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૨૦ બોટલ બ્લડ એકત્રીત કરવામા આવ્યું હતું રક્તદાતા ઓની લાઈનો લાગી હતી આશ્રમપ્રેમી સેવક સમુદાય રક્તદાતા દ્વારા માનવસેવા એજ પ્રભુસેવા ના સૂત્ર ને સાર્થક કરી પૂજ્ય સ્વામીજી ને ખરા અર્થ માં સેવાજંલી અર્પણ કરી હતી આ તકે આશ્રમ ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ સભ્ય નારાયણભાઈ કાછડીયા, ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત ઉપસ્થિત રહ્યા હતા તથા દરેક સત્સંગી સેવક સમુદાય દ્વારા રાત્રે ના સમયે ઘરે બેસી મંત્રોચ્ચાર કર્યા હતા.
ફોટો / રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા.




