Uncategorized

સાવરકુંડલા તાલુકાના સુરજવડીની સીમમાંથી અજગરનું રેસ્ક્યુ કરાયું.*

*સાવરકુંડલા તાલુકાના સુરજવડીની સીમમાંથી અજગરનું રેસ્ક્યુ કરાયું.*

સાવરકુંડલા તાલુકાની સુરજવડી ગામની સીમમાં એક વિશાળ અજગર દેખાતાં બેચરભાઈ ગોબરભાઈ રબારીએ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટમાં ફોન કરતાં વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સતિષભાઈ પાંડે તથા મયુરભાઈ ભેડા તાત્કાલિક આ જગ્યાએ પહોંચી ગયા હતાં જ્યાં ભલગામ ડેમની પાછળ વાડી મા અજગર 85 ફૂટ ઉંડા કૂવામાં ખાબક્યો હતો ત્યાં આ બે મિત્રો પોતાની જાતના જોખમે શરીરે દોરડા બાંધી ઉંડા કૂવામાં ઉતરી બે કલાકની ખુબ જ જહેમત બાદ અજગરને સહી સલામત પકડી લીધો હતો આ અજગરની લંબાઈ 11 ફૂટ અને વજન 16 કિલો હતો. આ વિશાળ અજગરને જોવા આજુબાજુની વાડીમાંથી કેટલાય ખેડૂતો આવી પહોંચ્યા હતાં અને આ અજગરને વી.પી.સી.ટી.ના મિત્રોએ સાવરકુંડલા વન વિભાગ નોર્મલ રેન્જમાં પહોંચતો કરી દીધો હતો…

રિપોર્ટર : અરમાન ધાનાણી સાવરકુંડલા

IMG-20201226-WA0018-1.jpg IMG-20201226-WA0019-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *