સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આરોગ્ય ક્ષેત્રે અનોખી નિઃશુલ્ક સેવા પ્રદાન કરનાર શ્રી લલલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનાં ડો. ભૂમિકાબેન પાંડવનું સન્માન કરવામાં આવશે.
આમ તો આ કોરોનાનાં કપરાં કાળમાં એક વાત જો સુપેરે સમજાણી હોય તો તે છે જિંદગી અને આરોગ્યનું સંવર્ધન. આજે આમ પણ નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેન નો વિચાર ખરેખર પ્રસ્તુત જણાય છે કે કોઈ પણ દેશની સુખની પારાશિશી તે દેશનાં આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષા આધારિત હોવી જોઈએ..
આમ પણ દેશમાં આરોગ્ય ક્ષેત્રે ટાંચા સાધનો વચ્ચે સરકારની આ જવાબદારી જ્યારે કોઈ સ્વૈચ્છિક સંસ્થા ઉઠાવી અને તેને મૂર્ત સ્વરૂપ આપે છે ત્યારે વિદેશી આરોગ્ય સેવાથી મૂંઠી ઉચેરૂં સેવાદાન ફલિત થતું જોવા મળે છે. હા, વાત છે ખોબા જેવડાં નાનાં એવાં સાવરકુંડલા શહેરમાં પ્રાપ્ત થતી અદ્યતન આરોગ્ય સેવા અને એ પણ ગાંધી મૂલ્યોનાં જતન સમા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનાં પ્રાંગણમાં. એક સેવાભાવનાથી મઘમઘતું આરોગ્ય મંદિર અને એ પણ સમ્યક સમાજનાં તંદુરસ્ત આરોગ્યની રક્ષા કાજે. આમ પણ આ વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સાવરકુંડલાનાં પાયાના મૂલ્યો એટલે જ સેવા, સત્ય, પ્રેમ, કરુણા અને વાત્સલ્યની એક પ્રખર જ્યોતિ સ્વરૂપ એવાં જેના મૂળમાં પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુનાં આશિષ અને વિદ્યાના ઉપાસક અને લલ્લુભાઈ શેઠનાં ચીંધેલાં માર્ગે આગળ ચાલનાર સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા અને તમામ ટ્રસ્ટીઓની સતત દેખરેખ તથા સમગ્ર સ્ટાફની કાર્યકુશળતા અને આરોગ્યની પ્રતિબધ્ધતા માટે અહર્નિશ ખડે પગે એવાં તમામ મેડિકલ તથા પેરા મેડિકલ કર્મચારીગણની રાત દિવસની મહેનત આજે આ કોરોના જેવાં કપરાં કાળમાં રંગ તો લાવીને જ રહી. આમ પણ ભગવદ ગીતામાં રહેલાં કર્મનાં સિધ્ધાંતને નિર્પેક્ષભાવે સાકાર થતાં આ હોસ્પિટલમાં જોવા મળે છે.
આમ પણ સેવા અને સુવાસ સંઘરી ન સંઘરાય.!! એ તો અહર્નિશ વહેતી રહે છે. એને કોઈ પ્રમાણની પણ જરૂર ક્યાં પડે છે? સ્વયંસ્ફૂરિત થઈને આ સંસાર રૂપી મઘુવનમાં નિરંતર વહેતી રહે છે. અંધકારને પ્રકાશની જરૂર હોય પરંતુ પ્રકાશતો સ્યંભૂ પ્રગટ થઈ જતો હોય છે.
હા, આમ પણ આ હોસ્પિટલમાં જ્યારે દર્દીઓ પ્રવેશે છે ત્યારે જ એક અનોખો ઐશ્ર્વરીય ભાવ તેમનાં હ્રદયમાં સ્ફુરિત થતો જોવા મળે છે.
આવાં તો અનેક પ્રસંગો અહીંની દિવાલોમાં આજે એક મિસાલ રૂપે અંકિત થયેલાં જોવા મળે છે.
આ તમામ બાબતોથી પ્રભાવિત થઈ અને સાવરકુંડલા શહેરની નગરપાલિકાના આરોગ્ય વિભાગે આ આરોગ્ય મંદિરની તમામ વિગતો મેળવી તપાસ કરી તો આ આરોગ્ય મંદિરમાંથી સ્વસ્થ થઈ હસતાં હસતાં અનેક દર્દીઓની ગાથાનાં સાક્ષી થવાનો અવસર પણ મળ્યો અને પ્રત્યક્ષ પ્રમાણનાં સિધ્ધાંત મુજબ જે આરોગ્ય સેવાઓ જોવા મળી તેનાથી શહેરનાં નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈ ઉનાવા અને ચીફ ઓફિસર નરેશભાઈ મુનીયા અને તેની ટીમે સમગ્ર આરોગ્ય વિભાગોની મુલાકાત લઈને આ સંસ્થાના તમામ કર્મચારીઓની કાર્યનિષ્ઠા અને સદભાવના જોઈને અભિભૂત થઈ ગયા હતા અને આ સંસ્થાનાં તમામ પાસાનો સઘન અભ્યાસ કરીને સાવરકુંડલા શહેરમાં આવેલી તમામ હોસ્પિટલોમાં આ હોસ્પિટલની કાર્યપદ્ધતિ સર્વશ્રેષ્ઠ જણાતાં જિલ્લા કક્ષાએ પણ જે સુવિધા અને સારવાર ઉપલબ્ધ ન હોય તેવી કોર્પોરેટ લેવલની આરોગ્ય સેવાનાં પરિપાક રૂપે અહીં આવેલાં મેટરનિટી વિભાગ અને સ્ત્રીરોગનાં નિષ્ણાંત એવા ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડો ભૂમિકાબેન પાંડવને તેની આરોગ્ય ક્ષેત્રની સૂઝ સમજ અને કુનેહ અને કાર્યપદ્ધતિને લક્ષમાં લઈને ડો. ભૂમિકાબેન પાંડવનાં સંનિષ્ઠ યોગદાન બદલ શિલ્ડ અર્પણ કરવાનું નક્કી કર્યું છે. આમ સમગ્ર શહેર તેમજ આસપાસનાં વિસ્તારોનાં ડો. ભૂમિકાબેન પાંડવ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે અને આ જ તો વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનું ભાથું છે.
અહીં આવતાં તમામ દર્દીઓની વિનામૂલ્યે તમામ પ્રકારની સારવાર અને દવા તથા અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આ સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા અને તમામ ટ્રસ્ટીઓનો ખૂબ જ મોટો ફાળો છે. આમ તો અહીં મેટરનિટી ક્ષેત્રે પડકાર રૂપ પ્રસુતિઓની સારવાર પણ લગભગ નોર્મલ રીતે કરાવવામાં આવે છે. અને પડકારજનક સર્જરીક્ષેત્રે પણ ખૂબ જ કૂનેહથી અને ધીરજથી કામ લઈને એક કોર્પોરેટ હોસ્પિટલમાં મળતી મોંઘીદાટ સારવાર અહીં નિઃશુલ્ક કરવામાં આવી રહી છે.
આમ માનવતાની મહેંક અને આરોગ્યનાં પૂજારી તરીકે ખ્યાતિ ધરાવતાં આ આરોગ્ય મંદિરની સેવાની સુવાસ હવે શહેર રાજ્ય અને દેશનાં સીમાડા ઓળંગી દેશાવર પણ પહોંચી છે એવું કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી.
આમ સાવરકુંડલા શહેર નગરપાલિકાએ પણ આ સેવા સાધનાને બિરદાવી આરોગ્ય ક્ષેત્રે કદરદાનીનું એક પ્રેરક અને જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે એવું કહેવાથી આજે હૈયું અમારું કુંડલાવાસીઓનું હરખાય છે. શક્ય હોય તો એક મુલાકાત આપ પણ લેશો. બસ એક મુલાકાત જરૂરી હૈં કદરદાની કે લીયે. એવું અહીં કાર્ય કરતાં રાજુભાઈ બોરીસાગરે જણાવ્યું હતું.
ફોટો ઈ મેલ દ્વારા
ફોટો / રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા.


