*સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રીએ ખાનગી તબીબો દ્વારા કાર્યરત ફ્લુ ઓપીડીનું નિરીક્ષણ કર્યું*
અમરેલી, તા: ૨૦ જુલાઈ ૨૦૨૦
સાવરકુંડલા પ્રાંત અધિકારી શ્રી આર. આર. ગોહેલ દ્વારા ખાનગી તબીબો દ્વારા કાર્યરત ફ્લુ ઓપીડીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ કરતા પ્રાંત અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈ જેવા મહાનગરોથી આવતા વ્યક્તિઓ પોતાના વતનમાં પાછા ફરે છે ત્યારે સૌ કોઈ પોતાની સામાજિક જવાબદારી સમજી ક્વોરેન્ટાઇન થાય એ જ અમારો ધ્યેય છે. સ્થાનિક તંત્ર દ્વારા આવા વ્યક્તિઓને શોધીને માહિતગાર કરવામાં આવે છે. આ ઉપરાંત ખાનગી તબીબોએ પણ આવા દર્દીઓની સારવાર અંગે રાજ્ય સરકાર કે સ્થાનિક તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે તેનું અનુપાલન થાય એ દિશામાં કાર્ય કરવું અત્યંત જરૂરી છે.
આપની આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨-૨૨૮૨૧૨ તથા ૮૨૩૮૦ ૦૨૨૪૦ અથવા રાજ્યની હેલ્પલાઇન ૧૦૪ કે કેન્દ્રની હેલ્પલાઇન ૧૦૭૫ ઉપર તાત્કાલિક જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)



