સાવરકુંડલા માં લોકડાઉન દરમિયાન ધંધા રોજગાર ન હોવાથી પેટ નો ખાડો પુરવા બહુરૂપી દ્વારા ડોકટર નો વેશ લઈ લોકો ને ચેક કરી કોરોનાં સામે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ.
સાવરકુંડલા.- કોરોનાં વાયરસ ની મહામારી થી ધંધા રોજગાર ને મોટી અસર પડી છે જેમાં ગરીબ લોકો ને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે ત્યારે શહેર ના મુખ્ય વિસ્તારો માં બહુરૂપી અરવિંદભાઈ ધડુક દ્વારા ડોકટર નો વેશ લઈ લોકો ની ચકાસણી કરી આરોગ્ય બાબત કાળજી રાખવી અને કોરોનાં સામે લડવા માસ્ક પહેરવું, વારંવાર સાબુ એથી હાથ ધોવા, આરોગ્ય સેતુ એપ્લિકેશન મોબાઈલ ના ડાઉનલોડ કરવી વગેરે સૂચના ઓ આપી લોકો માં આનંદ પ્રસરાવી રહ્યા છે.
( ફોટા ઈ મેલ દ્વારા )
રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા




