સાવરકુંડલા હોમગાર્ડ જવાન દ્વારા રાષ્ટ્ર સેવા સાથે માનવ સેવા નું ઉદાહરણ પુરૂ પાડ્યું.- ૭૧ મી વખત રક્તદાન કર્યું.
સાવરકુંડલા હોમગાર્ડ ઓફિસર કેતન પંડયા દ્વારા હાલ સમગ્ર વિશ્વ અને રાષ્ટ્ર માં કોરોનાં વાયરસ ની મહામારી નો સામનો કરી રહ્યું છે ત્યારે પોતાની ફરજ બજાવી રાષ્ટ્ર સેવા તથા અમરેલી જીલ્લા રેડક્રોસ સોસાયટી માં બ્લડ ની જરૂરિયાત હોવાથી ૭૧ મી વખત રક્તદાન કરી માનવ સેવા નું ઉદાહરણ પણ પુરૂ પાડ્યું હતું. થોડા સમય પહેલા અમરેલી રેડક્રોસ સોસાયટી દ્વારા હોમગાર્ડ ઓફિસર કેતન પંડ્યા નું સૌથી વધુ રક્તદાન કરવાં બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્ર સેવા સાથે માનવ સેવા કરવા બદલ કેતન પંડયા નું અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોષી હોમગાર્ડ ઓફિસર અમીતગીરી ગોસ્વામી વગેરે દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
( ફોટો ઈ મેલ દ્વારા )
રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા.