બ્રેકીંગ સુરેન્દ્રનગર
સ્લગ :
સુરેન્દ્રનગર જિલ્લા ના મૂળી તાલુકા ના જશાપર માં સો થી વધુ લોકોને કોરોનટાઇન કરાયા
મૂળી તાલુકાનાં જશાપર ગામે બે દિવસ પહેલા અમદાવાદથી આવેલ પરિવારની મહીલાનાં પતિને કોરોનાં પોઝીટીવ આવતા જશાપર વોર્ડ નંબર ૧ નાં સોથી વધુ લોકોને કોરોનટાઇન કરી કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.
સમગ્ર જીલ્લામાં પ્રવેશબંધી હોવા છતા રાતમાં પોલીસ અધિકારીઓજ ખુદ ધુસણખોરી કરાવતા હોવાની ચોંકવાની વિગતો સામે આવી રહી છે ત્યારે મૂળીનાં જશાપર ટીકર મૂળી સહિતનાં ગામોમાં છેલ્લા એક સપ્તાહમાં મોટી સંખ્યામાં અમદાવાદ, કલોલ માટેલ સહિત અલગ અલગ વિસ્તારમાંથી લોકો બેરોક ટોક આવી રહ્યા છે ત્યારે મૂળીનાં જશાપર ગામે થોડા દિવસ પહેલા અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીને કોરોના પોઝીટીવ આવતા તેમના પત્નિ તેમનાં સંપર્કમાં આવ્યા હોવા છતા અમદાવાદ થી જશાપર મુકી જતા સ્થાનિક તંત્ર ને જાણ થતા મામલતદાર હર્ષ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર દર્શન પટેલ પી એસ આઇ ડી જે ઝાલા સહિતનાં જશાપર જઇ સમગ્ર વોર્ડનં ૧નાં સો થી વધુ લોકોને હોમ કોરનટાઇન કરવામાં આવ્યા હતા જેથી સમગ્ર ગામમાં ભયનું મોઝુ ફરી વળ્યું હતુ.
તેમજ જશાપરમાં સોથી વધુ લોકોને હોમ કોરોનટાઇન કરાયા છે.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
(લીંબડી) મૂળી
જી. સુરેન્દ્રનગર