Uncategorized

સોનારીયા ગ્રામ પંચાયતે કોરોનાથી બચવા લોકોને જાગૃત્ત કરીને વિનામૂલ્યે રીયુઝેબલ માસ્કનું વિતરણ કર્યુ અન્ય જિલ્લામાંથી

અખબારી યાદી ઃ-
સોનારીયા ગ્રામ પંચાયતે કોરોનાથી બચવા લોકોને જાગૃત્ત કરીને
વિનામૂલ્યે રીયુઝેબલ માસ્કનું વિતરણ કર્યુ
અન્ય જિલ્લામાંથી આવેલ ત્રણ પરિવારના ૧૦ વ્યક્તિઓ હોમ કોરોન્ટાઈન
તા.૬.૫.૨૦૨૦
સમગ્ર માનવજાતનો શત્રુ બનેલ કોરોના વાયરસે દુનિયા સહિત ભારતના તમામ રાજયમાં પગ પેસારો કરેલ છે. ત્યારે કેન્દ્ર અને રાજય સરકારે લોકોને આ મહામારીથી બચાવવા માસ્ક પહેરવા, સાબુથી હાથધોવા, સેનેટાઈઝેશનનો ઉપયોગ કરવા અને સામાજીક અંતર રાખવા માટે લોકજાગૃત્તિના અનેકવિધ પગલા લીધા છે. સંક્રમણને અટકાવવા અને લોકોના જીવ બચાવવા માટે ભારતે આર્થિક નુકશાન વેઠીને પણ લોકડાઉન જેવા કઠોર નિર્ણયો કર્યા છે. જેમાં આમ જનતાનો પૂર્ણ સહકાર મળી રહ્યો છે.
એવા સમયે અમરેલી તાલુકાનુ સોનારીયા ગામ પણ સરકાર તરફથી મળેલ સૂચનાનું પાલન કરીને સાવચેતીના પગલા લઈ રહ્યુ છે. લોકજાગૃત્તિ માટે ગામના સરપંચશ્રી કાંતાબેન ચતુરભાઈ રામોલીયા, તલાટી કમ મંત્રીશ્રી પારૂલબેન ચુડાસમા, આશાવર્કર રસિલાબેન ગોંડલીયા અને આંગણવાડી વર્કર મીનાક્ષીબેન દેવમુરારી સહિત પંચાયત સભ્યશ્રીઓએ ઘરે ઘરે જઈ કોરોના રોગની માહિતી આપી હતી. લોકોને કોરોના રોગથી બચવા માસ્ક પહેરવા, સાબુથી હાથધોવા, સેનેટાઈઝેશનનો ઉપયોગ કરવા અને સામાજીક અંતર રાખવા જણાવ્યુ હતું. આ ઉપરાંત ગામલોકોને વિનામૂલ્યે રીયુઝેબલ માસ્કનું વિતરણ કરીને ગ્રામજનોને એક બીજાનો સ્પર્શ ન કરવા, શરદી-ઉધરસ કે તાવના લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા જણાવેલ.
સરપંચશ્રી અને સભ્યો દ્વારા ગામની સાફ-સફાઈ, માસ્ક વિના ફરતાં લોકોને અટકાવવા અને આવશ્યક ચીજવસ્તુ સિવાયની વસ્તુઓનું વેંચાણ ન થાય તેની પુરેપુરી તકેદારી રાખી રહ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વાંકિયા દ્વારા પંચાયત ઘર, આંગણવાડી, પોસ્ટ ઓફિસ સહિત સમગ્ર ગામને ત્રણ વખત સેનેટાઈઝ કરવામાં આવેલ છે અને સમયાંતરે લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યુ છે. હાલમાં સોનારીયા ગામે અન્ય જિલ્લામાંથી આવેલ ત્રણ પરિવારના ૧૦ વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈનમાં રાખેલ છે. તેમ સરપંચશ્રી કાંતાબેન ચતુરભાઈ રામોલીયાની યાદીમાં

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

IMG-20200507-WA0013-1.jpg IMG-20200507-WA0014-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *