Uncategorized

હાલમાં કોરોના વાયરસ COVID-19 એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવેલ હોય એવામાં મામલતદાર અને એક્ઝીક્યુટીવ

*હાલમાં કોરોના વાયરસ COVID-19 એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવેલ હોય એવામાં મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સાહેબની કચેરી ખાતેથી પીવાના પાણીની સપ્લાય કરવા માટે મેળવેલ પાસનો સમય પુર્ણ થયેલ હોવા છતા પાસનો દુરઉપયોગ કરી અમરેલી શહેરમાં પાણીની રીક્ષા લઇ આંટા મારતા ઇસમને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ*
* મ્હે.કલેક્ટર સાહેબ અમરેલીનાઓ દ્વારા કોરોના વાયરસ COVID-19 નાં ફેલાવાની પરીસ્થિતીને ધ્યાને લઇ અલગ અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય જે જાહેરનામાનો કડક અમલ થાય તે માટે મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ સદરહું જાહેરનામાનો કડકપણે અમલ કરાવવા સુચના કરેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેર સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા આરીફખા ભાજવાણી તથા શક્તિસિંહ સરવૈયા નાઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમરેલી ચક્કરગઢ રોડ ગંગાનગરમાં એક માલવાહક રીક્ષાનો ચાલક પોતાની રીક્ષામાં પીવાના પાણીના કેરબા લઇ ઘરે-ઘરે જઇ પાણી સપ્લાય કરતો હોય જેથી તેની પુછપરછ કરતા પોતે મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સાહેબની કચેરી અમરેલી ખાતેથી પીવાના પાણીની સપ્લાય કરવા માટે પાસ મેળવેલ હોવાનું જણાવેલ હોય પરંતુ મેળવેલ પાસ જોતા સદરહું પાસનો સમય સવારના ૦૬/૦૦ વાગ્યાથી ૦૯/૦૦ વાગ્યા સુધીનો હોય અને મજકુર ઇસમ બપોરના ૧૧/૦૦ વાગ્યે આ પાસનો ખોટો ઉપયોગ કરી અમરેલી શહેરમાં પોતાની રીક્ષા લઇ આંટા મારી અમરેલી જીલ્લામાં બહાર પાડેલ જાહેરનામાં નો ભંગ કરેલ હોય જેથી તેના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ધી એપેડેમીક એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા IPC કલમ ૨૬૯, ૨૭૦,૧૮૮ મુજબનો ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ ઇસમ:-*
કિશોરભાઇ કાળુભાઇ ભેસાણીયા ઉ.વ.૩૦ ધંધો.પ્રા.નોકરી રહે.ગામ-વરસડા

તા.જી.અમરેલી

રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20200408-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *