*૨૧મી જૂન – યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનો*
*૧૯મી એ આપનો યોગ કરતો ફોટો સોશિયલ મીડિયા પર #DoYogaBeatCorona હેશટેગ સાથે પોસ્ટ કરો*
અમરેલી, તા: ૧૮ જુન ૨૦૨૦
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આગામી ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં ‘યોગ કરીશું, કોરોનાને હરાવીશું’ના મંત્ર સાથે જન જાગૃતિ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.
હાલ વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃત્તિના આધારસ્થંભ સમા યોગાસનો શ્રેષ્ઠ સાબિત થયા છે. ભારતના યોગાસનો વિશ્વ પ્રસિધ્ધ થયા છે. દેશ-વિદેશના લોકો મન અને તનના આરોગ્ય માટે યોગાસનો કરે છે. તમામ નાગરિકોને ‘યોગ કરીશું કોરોનાને હરાવીશું’ને સપોર્ટ કરવા તા. ૧૯ જૂન-૨૦૨૦ના રોજ ફેવરીટ યોગાસન કરતો પોતાનો ફોટો ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર #DoYogaBeatCorona સાથે પોસ્ટ કરે એવો અનુરોધ કરવામાં આવ્યો છે.
કોરોનાના આ સંક્રમણ કાળમાં કોરોનાની હજુ કોઈ દવા શોધાઈ નથી ત્યારે વિશ્વ આખુ રોગ પ્રતિકારક શક્તિ વધારવા ભારતીય સંસ્કૃતિની વિશ્વને અમુલ્ય ભેટ એવા યોગ-પ્રાણાયામ તરફ વળ્યું છે. આ સંદર્ભમાં કોરોના સામેની લડાઈમાં યોગ એ ખુબજ શક્તિશાળી અમોધ શસ્ત્ર સાબિત થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વ આખામાં યોગની મહત્તા ઉજાગર કરતા દર વર્ષે ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવા વિશ્વના દેશોને પ્રેરિત કર્યા છે. આ વર્ષે આ ઉજવણી યથાવત રહેશે પરંતુ પ્રવર્તમાન સ્થિતિમાં અલગ રીતે ઉજવણી કરવામાં આવશે.
દર વર્ષે ૨૧ મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આપણે ખુબ ઉત્સાહથી કરવામાં આવે છે પણ આ વર્ષે સમગ્ર દુનિયા વૈશ્વિક મહામરીનો ભોગ બની છે. જ્યાં સુધી કોરોનાનું નિદાન ન મળે ત્યાં સુધી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી સૌએ પોતાનું રક્ષણ કરવું જરૂરી છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
