*૨૭ જુલાઈના રૂ. ૫.૨૬ લાખની કિંમતના ભેળસેળયુક્ત પદાર્થની જાહેર હરાજી*
અમરેલી, તા: ૧૮ જુલાઈ ૨૦૨૦
અમરેલી જિલ્લામાં વિવિધ જગ્યાએ બાયોડીઝલના નામે ભેળસેળયુક્ત પદાર્થનું વેચાણ કરતી પેઢીઓની તપાસ કરતા કેટલીક પેઢીઓ પાસેથી ભેળસેળયુક્ત પદાર્થનો જથ્થો જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા રાજ્યસાત કરવામાં આવ્યો છે. જે ઉદ્યોગકારો ઔદ્યોગિક હેતુ માટે આ જથ્થો મશીનરી-પ્લાન્ટમાં વાપરવા માંગતા હોય એમના માટે તા: ૨૭ જુલાઈના સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ રૂ. ૫,૨૬,૬૭૬/- ની કિંમતના ૯૦૬૨ લિટરના જથ્થા માટેની હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક ઉદ્યોગકારોએ જથ્થાની ડિપોઝીટની રકમ ચુકાવવાની રહેશે. વધુ જાણકારી માટે મામલતદારશ્રીનો સંપર્ક સાધવાનો રહેશે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
