*૯૪- ધારી વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦*
*મતદાન માટે સવેતન રજા આપવા જિલ્લા ક્લેક્ટરશ્રીની અપીલ*
અમરેલી, તા: ૨ નવેમ્બર ૨૦૨૦
આવતીકાલે તા: ૦૩/૧૧/૨૦૨૦ મંગળવારના રોજ ૯૪-ધારી વિધાનસભા મતવિભાગની પેટા ચુંટણી યોજાનાર છે. લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ ૧૩૫ (બી) અન્વયે મતાધિકાર ધરાવતી કોઈપણ વ્યાપાર, ધંધા, ઔદ્યોગિક એકમ કે અન્ય સંસ્થામાં નોકરી કરતા હોય તેવા વ્યક્તિઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની જોગવાઈ છે.
રોજમદાર તરીકે કામ કરતા કર્મચારી/કામદારોના કિસ્સામાં પણ જો તેઓ ફરજ પર હોત અને જે મહેનતાણું કે પગાર મેળવે તે મહેનતાણું કે પગાર મતદાનના દિવસે મતદાન કરવાની રજા બદલ માલિકે/ નોકરીદાતાએ ચૂકવવાનું રહેશે. જો કોઇ કારખાનેદાર, માલીક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઇથી વિરુધ્ધનું વર્તન કરશે તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આથી ધંધા-રોજગાર-ઔદ્યોગિક એકમ અને અન્ય સંસ્થાઓના માલિકોએ તેમના કર્મચારીઓ/ કામદારોને તા: ૩-૧૧-૨૦૨૦ ના મંગળવારે મતદાન કરવાના હેતુસર રજા આપવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આયુષ ઑકની એક યાદીમાં જણાવાયું છે
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
