14 જેટલા મજૂરોની ટ્રેન રદ થતા, જુનાગઢ પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલીક વ્યવસ્થા કરી આપવામાં આવતા, પોલીસથી પ્રભાવિત થઈ ને મજૂરો દ્વારા
ગુજરાત પોલીસની અલગ પ્રકારની સેવાથી આભારની લાગણી વ્યક્ત* કરવામાં આવેલ
💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા પ્રજાની મદદ કરવાની અને તેઓને *લોક ડાઉન દરમિયાન કોઈ કામકાજ સબબ જરૂરિયાત સમયે મદદ કરવા
પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ.છે
💫 _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ને તેઓની *ડીવાયએસપી કચેરી ખાતે 14 જેટલા મજૂરો આવીને એ પૈકી બે મજૂરો રામજીત યાદવ અને વિનોદ કુમાર (M:- 09696916698) એ રજૂઆત કરેલ કે, તેઓ બધા યુપી રાજ્યના બાંગા જિલ્લાના રગૌલી ગામના વતની છે અને માંગરોળ ખાતે દરિયામાં બોટમાં માચ્છીમારીની મજૂરી કરે છે. આવતીકાલ પોતાની બપોરે એક વાગ્યે યુપીની ટ્રેઈન છે. અમે સવારે પહોંચી ના શકીએ એટલે આજે સવારે નીકળી વહેલા આવેલા છીએ. અમે રેલવે સ્ટેશન ગયા હતા પરંતુ, અમો ત્યાં રાતવાસો કરી નહિ શકીએ. એવું જણાવી, રેલવે સ્ટેશનના ગ્રાઉન્ડમાંથી પણ બહાર કાઢી, અન્ય જગ્યાએ જવા રવાના કર્યા હતા. અમો સવારના નીકળ્યા હોઈ, અમો તમામ ભૂખ્યા છીએ તેમજ અમારે એક રાત રોકાવા માટે વ્યવસ્થા થાય એવી મદદ કરવા વિનંતી* કરવામાં આવેલ હતી……_
💫 _મજૂરોની વાત અને વિનંતી ઉપરથી હાલના લોકડાઉનના સમયમાં જૂનાગઢ પોલીસ પરિસ્થિતિ પામી ગયેલ અને જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા મંગરોળથી આવેલ મજૂરો માટે *જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરના ઋષિ સ્વામી તથા જે.પી.સ્વામીનો સંપર્ક કરી, તેઓને રહેવા માટે તથા જમવા માટે વ્યવસ્થા* કરી, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, પીએસઆઇ પી.જે.બોદર તથા સ્ટાફ દ્વારા પોલીસ વાનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. *જોગાનુજોગ યુપી ની ટ્રેન રદ થતા, મજૂરોને યુપી જવાની ટ્રેન નક્કી થાય ત્યાં સુધી* જૂનાગઢ એસડીએમ જે.એમ.રાવલ, મામલતદાર એચ.વી.ચૌહાણ, નાયબ મામલતદાર કિરીટભાઈ સોલંકી, અનિલભાઈ, સહિતની ટીમ દ્વારા *તમામ મજૂરોને સ્વામિનારાયણ મંદિરમાં જ આશરો* આપવામાં આવેલ છે. *આમ, માંગરોળ ખાતેથી યુપી જવા માટે જૂનાગઢ આવેલા અને જરૂરિયાતમંદ મજૂરોને જૂનાગઢ પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા આશરો આપવા વ્યવસ્થા કરવામાં આવેલ* હતી. ….._
💫 _માંગરોળ મા મજૂરી કામ કરતા *14 જેટલા મજૂરોની ટ્રેન રદ થતા, જુનાગઢ પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલીક વ્યવસ્થા કરી આપવામાં આવતા, તેનાથી પ્રભાવિત થઈ, જુનાગઢ પોલીસનો ખુબ આભાર વ્યક્ત* કરેલ અને જણાવેલ કે *જુનાગઢ પોલીસ પોતાની પડખે ઊભી રહી ના હોત તો, લોક ડાઉનના સમયમાં અને પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે પોતે રખડી પડયા હોત …!!! તેવું જણાવી, ગુજરાત પોલીસની અલગ પ્રકારની સેવાથી આભારની લાગણી વ્યક્ત* કરવામાં આવેલ હતી. *જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ અદા કર્યાની બાબત જણાવી, સંતોષની લાગણી* પણ વ્યક્ત કરવામાં આવેલ હતી……_
💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા પોતાના વતનમાં જતા મજૂરોને કપરા સંજોગોમાં મદદ કરવાના કારણે , *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ


