JEE,NEET,GUJCET ની પરીક્ષા રદ કરી અને બોર્ડ ના પરિણામ ના આધારે પ્રવેશ આપવા શિક્ષણ મંત્રી ને રજુઆત કરતા પુર્વ આરોગ્ય સમિતિ ચેરમેન-ધર્મેન્દ્ર પાનસુરીયા
ગુજરાતમાં હાલ કોરોના મહામારી ને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ શક્યા નથી તેમજ છેલ્લા ત્રણ માસ કરતા વધુ સમયથી શિક્ષણ કાર્ય બંધ હોય વિદ્યાર્થીઓ પરીક્ષા ની તૈયારી કરી શકેલ નથી તો જી ,નીટ ,ગુજકેટની પરીક્ષા ઓ રદ કરી ,બોર્ડ પરિણામના આધારે પ્રવેશ આપી નવી પદ્ધતિ અપનાવવી તેમજ ,જો પરીક્ષા લેવા મા આવે અને કોરોના નું સંક્રમણ વધે તો નાના બાળકો તેની ઝપટ માં આવે તેની જવાબ દારી કોણ લેશે ?
કોરોના કાળ મા આજે દેશ અને રાજ્ય નો દરેક પરિવાર આર્થિક સંકળામણ ભોગવી રહ્યો છે ત્યારે રાજ્ય ની સરકારે ખાનગી શાળાઓ એ વિદ્યાર્થીઓ ને ભણાવ્યા વગર ઓનલાઇન શિક્ષણ નુ ડિંડક ઊભું કરી તગડી ફી ના ઉઘરાણા ચાલુ કર્યા છે. શિક્ષણ વગર ની ફી ઉભરાવતા શિક્ષણ માફિયા ઓ સામે રાજ્યની સરકાર લાલ આંખ કરવા ને બદલે તેને પોશી રહી હોય તેમ વાલીઓ ને ફી હપ્તે ભરવાની શિખામણ આપી રહી છે.સરકાર ની માનવતા અને સહાનુભૂતિ લોકો માટે મારી પરવારી હોય અને શિક્ષણ માફિયાઓ ને લાભ કઇ રીતે પ્રાપ્ત થાય એ દિશામાં જ સરકરી તંત્ર કામ કરતુ હોય તેવું લાગી રહ્યુ છે. આ બાબતે રાજ્ય સરકાર ના શિક્ષણ મંત્રી આ શિક્ષણ માફિયા ઓ ને નાથવા માટે અને લોકો ને શિક્ષણ ફી માંથી મુક્તિ અપાવવા સામે આવે અને વિદ્યાર્થીઓ ની શિક્ષણ ફી માફ કરાવે તેવી રજૂઆત શિક્ષણ મંત્રી તેમજ શ્રી પરેશભાઈ ઘાનાણી નેતા વિરોધ પક્ષ ગુજરાત ને કરતા પુર્વ આરોગ્ય સમિતિ ચેરમેન-ધર્મેન્દ્ર પાનસુરીયા


