Uncategorized

#VSSM સુરેન્દ્રનગર વિચરતી જાતિ પ્રમાણપત્ર દુધરેજ સરાણીયા પરિવારો ને જાતિ પ્રમાણપત્ર ફળવાયા.

#VSSM સુરેન્દ્રનગર વિચરતી જાતિ પ્રમાણપત્ર

દુધરેજ સરાણીયા પરિવારો ને જાતિ પ્રમાણપત્ર ફળવાયા.

સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ તાલુકાના દુધરેજ ચુના ના ભઠ્ઠા પાસે વિચરતી અને વિમુક્ત જાતિ ઓ ના સરાણીયા પરિવારો ઝુંપડા બાંધીને રહે. તેઓ ને રહેણાક અર્થે પ્લોટ મળે તે માટે જાતિ પ્રમાણપત્ર ની જરુરિયાત ઉભી થઈ. સુરેન્દ્રનગર મામલતદાર કચેરી મા અરજી કરતા આ પરિવારો પાસે પુરતા પુરાવાઓ ના હોવાથી કલેક્ટર સાહેબ શ્રી ની સુચનાથી સુરેન્દ્રનગર સીટી મામલતદારશ્રી એ સ્થળ તપાસ કરીને એક જ દિવસ મા સુરેન્દ્રનગર સીટી મામલતદાર સુહાનીબેન કેલૈયા, નાયબ મામલતદાર ડી.કે.પ્રજાપતિ, મયુરભાઈ દવે, રેવન્યુ તલાટી બિનલબેન પટેલ ના હસ્તે જાતિ પ્રમાણપત્ર ફાળવવામાં આવ્યા હતા.

આ તકે વિચરતા સમુદાય સમર્થન મંચ ના હષઁદ કે.વ્યાસ હાજર રહ્યા હતા.

જાતિ પ્રમાણપત્ર મળતા આ પરિવારો ના ચહેરા પર આનંદ ની લાગણી પ્રસરી હતી.

IMG-20201218-WA0005-2.jpg IMG-20201218-WA0007-1.jpg IMG-20201218-WA0008-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *