Uncategorized

અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓક દ્વારા રીઢા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી ત્રણ ઈસમો સામે પાસા વોરંટ ઈસ્યુ કર્યા

અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓક દ્વારા રીઢા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી ત્રણ ઈસમો સામે પાસા વોરંટ ઈસ્યુ કર્યા

અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા રીઢા ગુનેગારો સામે સખત કાર્યવાહી કરવા માટે ત્રણ ઈસમો સામે પાસા વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા છે.

(૧) નરેશ ઉર્ફે ઘુઘો કેશુભાઈ ધાખડા ઉ.વ.ર૪ રહે.વડલી, તા.રાજુલા સામે આઈ.પી.સી. કલમ – પ૦૪, પ૦૬(ર), ૩૮૪, ૩૮૬, ૩૮૭, ૩રપ, ૩ર૩, ૪૪૭, પ૦૪ તથા એટ્રોસીટી એકટની કલમ-૩(૧), ૩(ર), પ-એ તથા મની લેન્ડર્સ એકટની કલમ – ૪૦ મુજબના ગુન્હાઓ નોંધાયેલ હોય, તા.૦૬/૦૭/ર૦ર૦ ના હુકમ નં.AMR/પાસા/કેસ નં.ર૭/ર૦ર૦ થી લાજપોર (સુરત) જેલ હવાલે કરવા હુકમ કરેલ છે.

(ર) વનરાજભાઈ ભીમભાઈ વાળા ઉ.વ.૩૬ રહે.માણાવાવ, તા.ધારી સામે પ્રોહીબીશન એકટની કલમ – ૬પ(સી) (ડી) (ઈ) (એફ), ૬૬(૧)(બી), ૬પ(એફ) તથા ૮૧ મુજબના ગુના નોંધાયેલ હોય, પ્રોહીબીશન બુટલેગર તરીકે તા.૦૭/૦૭/ર૦ર૦ ના હુકમ નં.AMR/પાસા/કેસ નં.ર૯/ર૦ર૦ થી લાજપોર (સુરત) જેલ હવાલે કરવા હુકમ કરેલ છે.

(૩) મહિપતભાઈ જીલુભાઈ વાળા ઉ.વ.ર૪ રહે.માણાવાવ, તા.ધારી સામે પ્રોહીબીશન એકટની કલમ – ૬પ(સી) (ડી) (ઈ) (એફ), ૬૬(૧)(બી), ૬પ(એફ) તથા ૮૧ મુજબના ગુના નોંધાયેલ હોય, પ્રોહીબીશન બુટલેગર તરીકે તા.૦૭/૦૭/ર૦ર૦ ના હુકમ નં.AMR/પાસા/કેસ નં.૩૦/ર૦ર૦ થી લાજપોર (સુરત) જેલ હવાલે કરવા હુકમ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *