કુંકાવાવ
તા.23.8.2020
કુંકાવાવની સરકારી હોસ્પિટલે પીપીઈ કીટ અને માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતું
ગૌ સેવકનાં હસ્તે સરકારી હોસ્પિટલે ડોક્ટરને અર્પણ કરવામાં આવી
અમરેલી જિલ્લાના મોટીકુંકાવાવની સરકારી હોસ્પિટલમાં પી. પી. ઈ 50 કીટ તેમજ ગ્લાસ માસ્ક 100 નંગ અંકલેશ્વર ની એલેક્ષ કંપની દ્વારા નિઃશુલ્ક અર્પણ કરવામાં આવેલ આમ કુંકાવાવના જાણીતા ગૌ સેવક અને ખુબજ નિસ્વાર્થ સેવાભાવી વ્યક્તિ તરીકે જેમનું નામ ખુબજ દૂર દૂર સુધી લેવામાં આવતું હોય છે એવા ગોબરભાઈ ભગતના પુત્ર અંકલેશ્વર ખાતે એલેક્ષ કંપની ચલાવતાં હોય અને વતન પ્રત્યે લાગણી ધરાવતાં અને કુંકાવાવના તમામ સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમો મા પોતાનો સહયોગ આપીને વતન નુ ઋણ અદા કરવાની ઉત્તમ ભાવના સાથે કોરોના જેવી મહામારીમા ડોક્ટરોની ખાસ જરૂરિયાત એવા પી. પી. સી. કીટ તેમજ બીજા સાધનો હોસ્પિટલને દાન આપીને સમાજને રાહ ચીંધતુ પ્રેરણારૂપ આ કાર્ય ને કુંકાવાવ સરકારી દવાખાના ના મેડિકલ ઓફિસર નીલમબેન પટેલ તેમજ સમગ્ર સ્ટાફે આવકારી ને આભાર માન્યો હતો આમ ગૌ સેવક ગોબરભાઈ ના સદગુણો તેમના પુત્રોમા પણ છે જેનો લાભ કુંકાવાવ શહેરને ખુબજ નિસ્વાર્થ સેવા સાથે સહકાર આપી ને મદદરૂપ થઇ રહ્યા છે ત્યારે આ પ્રસંગે અરવિંદભાઈ દોગા. ફુલાભાઈ પેથાણી . મહેશભાઈ કાથરોટીયા. . ભરતભાઈ પેથાણી. ઘનશ્યામભાઈ ડોબરીયા. સહિતના ઉપસ્થિત રહીને સેવા કાર્ય ને આવકારી ને દાતાનો કમલેશભાઈ ત્થા કિશોરભાઈ કાછડીયા નો આભાર માન્યો હતો
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ



