અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી તેમજ ખેડૂતોને પીણી ની સમસ્યા દૂર કરતા પુર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી
ભાજપ સરકારની સહુની યોજનાનો લાભ ઘુડીયાઆગરીયા વાવેરા બાબરીયાધાર ગામને મળશે
માજી ધારાસભ્ય અને સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ની મહેનત રંગ લાવી હતી
આજરોજ ધુડીયા આગરીયા તેમજ વાવેરા બાબરીયાધાર ગામે સૌની યોજના પાઈપલાઈન મા વાવેરા ગામને પીવાના પાણીની પ્રશ્ર્નો હલ થાય તે માટે બે વાલ મુકવા થી વાવેરા ગામને પાણી નો પ્રશ્ર્ન હલ થશે આથી હિરાભાઈ સોલંકી નો તાલુકા પંચાયત ચેરમેન પ્રતાપભાઇ મકવાણા અને ભાજપ અગ્રણી બાલાભાઈ સાખટ તેમજ ભીખાભાઈ ચાવડા ખુબ ખુબ આભાર માન્યો
સહુની યોજનાનો લાભ વાવેરા ધુડીયા આગરીયા. કોટડી બાબરીયાધાર જેવા ગામોમાં બે બે પોઇન્ટ ફાળવતા ચેકડેમો અને તળાવો ભરવામાં આવશે અને પાણીનાં તળ ઉપર આવશે જેથી ખેતીકામ કરતા ખેડૂતો માલધારી ઓ કે પીવાના પાણીના પણ સ્ત્રોત જળવાઈ રહેશે આ ભાજપ સરકાર દ્વારા 12 વર્ષ પહેલાં તળાવો ભરવાનું વચન આપેલ આજે ખરા અર્થમાં પુર્ણ થવાની કમ્પનીના પ્રોજેક્ટ મેનેજર શ્રી એ જણાવ્યું હતું આ પ્રસંગે પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી. શુકલભાઈ બલદાણીયા. રવુભાઈ ખુમાણ. પીઠાભાઈ નકુમ. તખુભાઇ ધાખડા. ભાજપ પ્રમુખ હરસુરભાઈ લાખણોત્રા તાલુકા પંચાયત પ્રતિનિધિ જીલુભાઇ બારૈયા. તાલુકા પંચાયત ઉપપ્રમુખ અરજણભાઇ વાઘ. તાલુકા પંચાયત ચેરમેન પ્રતાપભાઈ મકવાણા. ભાજપ મહામંત્રી વિક્રમભાઈ શિયાળ. વીરભદ્રભાઈ ડાભિયા. ભાજપ મંત્રી વનરાજભાઈ વરૂ. ભાજપ અગ્રણી બાલાભાઈ સાખટ વાવેરા ગ્રામ પંચાયત સભ્ય બીસુભાઈ ધાખડા. વાવેરા ઉપ સરપંચ ના ભાઈ કનુભાઈધાખડા. વાવેરા કોળી સમાજના પ્રમુખ ભીખાભાઈ ચાવડા. તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ ત્યારે આ પ્રસંગે ને આભાર વ્યક્ત કર્યો હતો ભાજપ અગ્રણી બાલાભાઈ સાખટ તેમજ ભીખાભાઈ ચાવડા અને વાવેરા ગામના લોકો દ્વારા હિરાભાઈ સોલંકી અને ભાજપ ટીમ નો આભાર માન્યો હતો
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા



