અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ શ્રીનાથજી હવેલી
શ્રી ગોવર્ધન ઘર પ્રભુ વિજયતે કુંકાવાવ રથયાત્રા ઉત્સવ: બુધવાર 24 /6/ 2020 , ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતના સ્વામી છે. જેમ પ્રાચીન કાળમાં રાજઓ પોતાની પ્રજાનો નિરીક્ષણ કરવા માટે રથમાં બેસી ને પોતાના રાજ્ય માં ફરતા હતા . એજ ભાવથી અમે બધા પ્રજાજન અમારા રાજા ભગવાન શ્રી કૃષ્ણની રથયાત્રા નો ઉત્સવ દર વર્ષે ઉજવીયે છીએ. આપણે અપણો વ્યર્થ નો અહંકાર અને મમત્વ રાજ્યમાં રાખવો નહિ પ્રાચીન કાળ માં ભક્ત રાજાઓ પોતાને ભગવાન નો ભક્ત માનીને રાજ્યનો શાસન કરતાં હતાં.આતો થયું મર્યાદા માર્ગ નો ભાવ ,પુષ્ટિમાર્ગ માં તો વિશેષ અનુગ્રહ તથા પ્રેમ ના કારણે સમસ્ત જગતના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ પોતાને ભક્ત ના ઘર નો સ્વામી મની લે છે. એટલા માટે દરેક પુષ્ટિભક્ત એના સેવ્ય પ્રભુ ની રથ યાત્રા બહાર ગામમાં ન કાઢી ને પોતાના ઘરમાં જ કાઢે છે. કારણ કે અમારા ઘર ના સ્વામી/ રાજા તો અમારા ઘરમાં બિરાજમાન સેવ્ય પ્રભુ જ છે. જ્યાં પ્રભુ ના બાલભાવ લીલા ની પ્રધાનતા હોય છે આ રથ માં અશ્વ નથી હોતા ,ગોપ સખા પોતે જ આ રથ ને ખેંચે છે કારણકે બાળ સ્વરૂપ ને અશ્વ થી બીક લાગે છે , પણ પ્રભુ ના કિશોર ભાવ ની લીલા માં અશ્વ યુકત રથ માં પ્રભુ વિરાજે છે. ચાર ભક્ત ની( સાત્ત્વિક, રાજસ,તામસ,નિર્ગુણ) ભાવના થી રથમાં બિરાજમાન હોવાના કારણે ચારોં ભક્તો ના ભાવ ની ભાવના પુષ્ટિ જીવ પોતાના સેવ્ય પ્રભુ માટે રાખે છે. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ રથ ની તુલના મન રૂપી રથ થી કરે છે. પુષ્ટિ જીવ પ્રભુ થી નિવેદન કરે છે કે પ્રભુ જેમ વૃજ ભક્તોના મન રૂપી રથ માં બિરાજી ને એમના મનોરથ પૂરા કરતાં હતા. એમ જ મારા( પુષ્ટિજીવના) મનોરથ રૂપી રથ માં બિરાજીને મારા મન ના મનોરથ ને પૂર્ણ કરો તથા ભક્તિ નો દાન આપીને, આ સંસારસાગરમાં મારી ડૂબી રહેલાની રક્ષા કરો.
ઉપનિષદ માં પણ આ દેહ ને રથ ની ઉપમા આપવામાં આવી છે. અને આ દેહમાં પરમાત્મા બિરાજે છે. એમની બાજુ જ્યારે આ અશ્વરૂપી ઇન્દ્રિયો ને વાળી લઈશું તો જીવ ને આનંદ ની પ્રાપ્તિ થશે અન્યથા લૌકિક વિષયો માં ઇંદ્રિયો ને જોડવાથી પતન નિશ્ચિત જ છે.
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ




