*અમરેલી જિલ્લામાં કૃષિ યાંત્રિકીકરણ અંગે સહાય મેળવવા જોગ*
અમરેલી, તા: ૨ જુલાઈ ૨૦૨૦
કૃષિ યાંત્રિકીકરણનો ઉપયોગ કરી ખેતી વધુ નફાકારક બની શકે તે હેતુથી એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ ઉભુ કરવા માટે અરજીઓ મંગાવવા જાહેરાત કરવામાં આવે છે. આ યોજનામાં ટ્રેક્ટર સહિત ઓછામાં ઓછા ચાર અને વધુમાં વધુ સાત ખેતીના યાંત્રિકીકરણના સાધનો ખરીદી કરી ખેડૂતોને ભાડા પેટે આપવાના હોય છે. જેમાં રાજ્ય સરકાર તરફથી પાંચ વર્ષમાં ખરીદ કિંમતના ૭૫% લેખે (પ્રથમ વર્ષે ૪૦%, બીજા વર્ષે ૧૦%, ત્રીજા વર્ષે ૧૦%, ચોથા વર્ષે ૭.૫% અને પાંચમાં વર્ષે ૭.૫%) અથવા રુ. ૭,૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય ચુકવવામાં આવે છે. આ યોજના માટે પ્રાઇમરી એગ્રીકલ્ચરલ કો-ઓપરેટીવ સોસાયટી/ ફાર્મર પ્રોડ્યુસર કંપની/ ફાર્મર ગ્રુપ/ સહકારી સંસ્થા/ સખીમંડળ/ સેલ્ફ હેલ્પ ગ્રુપ, સ્ટાર્ટઅપ રજીસ્ટ્રેશન ધરાવનાર કૃષિ ડિપ્લોમા/ કૃષિ સ્નાતક, અનુસ્નાતક, બી.આર.એસ વગેરે (પસંદગી સરકારના ધારાધોરણો તેમજ કમિટીના સૂચન મુજબ થશે) એગ્રો સર્વિસ પ્રોવાઇડર તરીકે કાર્ય કરવા ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત અમરેલી ખાતે મેળવી જરૂરી વિગતો સાથે વહેલા તે પહેલા ના ધોરણે અરજી કરી શકે છે આ પ્રદર્શિત થયા બાદ દિવસ ૧૫ સુધી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
