બેકિંગ અમરેલી
અમરેલી જિલ્લામાં કોંગ્રેસ ના વિપક્ષ નેતા ગઢમાં ગાબડું. જિલ્લા પંચાયત સદસ્ય પ્રેમજીભાઈ સેંજળીયા જોડાયા ભાજપમાં
પ્રાપ્ત માહિતી મુજબ વર્ષોથી કોંગ્રેસને વફાદાર રહેનાર કોંગ્રેસના પીઢ આગેવાન અને ડેડાણ જિલ્લા પંચાયત ચૂંટણીમાં વિજેતા બનેલા હાલના જિલ્લા પંચાયત સદસ્ય પ્રેમજીભાઈ સેંજલિયા આજ રોજ કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં જોડતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે ,કોંગ્રેસને હંમેશા વફાદાર રહેનાર પીઢ આગેવાન નું ઓચિંતા કોંગ્રેસને છોડવું કેમ પડ્યું તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે હાલ માં ધારી. ખાંભા,બગસરા વિધાનસભામાં ની પેટા ચૂંટણી પૂર્વે વધારે એક કોંગ્રેસના ગઢમાં ગાબડું પડયું.આજ રોજ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા ના હસ્તે ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત જોડાયા હતા.
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા



