અમરેલી જિલ્લામાં માસ્ક પહેર્યા વિના નીકળેલા ૧૧૫ લોકો દંડાયા : રૂ. ૭૨,૫૦૦ ની વસુલાત
જાહેરમાં થૂંકવા બદલ દંડ વસૂલવાની કામગીરી પણ યથાવત
અમરેલી, તા. ૨૧ એપ્રિલ
કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવવા અમરેલી જિલ્લામાં માસ્ક ફરજિયાત પહેરીને બહાર નીકળવા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ છે. છતાં પણ ઘણાં સ્થળે લોકો માસ્ક પહેર્યા વિના બહાર નીકળતાં પકડાયા હતાં. આ લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ રૂ. ૫૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
વહીવટી તંત્ર દ્વારા ફરજીયાત માસ્ક પહેરવાં તેમજ જાહેરમાં ન થૂંકવાનો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત તા. ૧૭ના રોજ લાઠી ખાતેથી ૭ વ્યક્તિઓ પકડાતાં રૂ. ૨૬૦૦, સાવરકુંડલા ખાતેથી ૧૬ વ્યક્તિઓ પકડાતા રૂ. ૮૦૦૦ તેમજ રાજુલા ખાતેથી ૧ વ્યક્તિ પકડાતા રૂ. ૫૦૦ સહિત કુલ ૧૧,૧૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો.
તા. ૧૮ના રોજ લાઠી ખાતેથી રૂ. ૫૦૦, સાવરકુંડલા ખાતેથી રૂ. ૩૦૦૦ તેમજ રાજુલા ખાતેથી રૂ. ૨૫૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સાવરકુંડલા ખાતેથી જાહેરમાં થૂંકવા બદલ ૩ વ્યક્તિ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
માસ્ક ન પહેરવા બદલ તા. ૧૯ના રોજ અમરેલી ખાતેથી રૂ. ૪૫૦૦, લાઠીથી રૂ. ૩૧૦૦, દામનગરથી રૂ. ૫૫૦૦, બાબરાથી રૂ. ૩૫૦૦, સાવરકુંડલાથી માસ્ક ન પહેરવા બદલ રૂ. ૧૧૦૦૦ તેમજ જાહેરમાં થૂંકવા બદલ રૂ. ૩૦૦, રાજુલાથી રૂ. ૭૦૦૦ અને જાફરાબાદથી રૂ. ૧૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ઉપરાંત તા. ૨૦ના રોજ બગસરા ખાતેથી રૂ. ૨૦૦૦, ધારીથી રૂ. ૮૦૦, લીલીયાથી રૂ. ૫૦૦, અમરેલીથી રૂ. ૫૦૦૦, બાબરા થી રૂ. ૫૫૦૦, સાવરકુંડલાથી માસ્ક ન પહેરવા બદલ ૮ વ્યક્તિઓ પાસેથી રૂ. ૪૦૦૦ તેમજ જાહેરમાં થૂંકવા બદલ ૧૨ વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. તેમજ રાજુલાથી રૂ. ૫૦૦ અને જાફરાબાદથી રૂ. ૧૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં કુલ રૂ. ૭૨,૫૦૦ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756