*અમરેલી જિલ્લામાં વધુ ૨૯ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૧૮૧*
*૧૪ મૃત્યુ, ૮૬ ડિસ્ચાર્જ અને ૮૨ સારવાર હેઠળ*
અમરેલી, તા: ૧૩ જુલાઈ ૨૦૨૦
આજે તા. ૧૩ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૨૯ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. લાઠીના હરસુરપુર દેવળીયાના ૪૩ વર્ષીય મહિલા, અમરેલીના ગંગાનગર-૨ ના ૫૦ વર્ષીય મહિલા, અમરેલી પોલીસ હેડક્વાર્ટરના ૩૯ વર્ષીય પુરુષ, ખાંભાના સાળવાના ૧૩ વર્ષીય કિશોર, ખાંભાના મોટા બારમણના ૪૦ વર્ષીય પુરુષ, લાઠીના નાના રાજકોટના ૩૮ વર્ષીય પુરુષ, લાઠીના અકળાના ૨૮ વર્ષીય યુવાન, કુંકાવાવના ખાન ખીજડિયાના ૨૭ વર્ષીય યુવાન, લાઠીના હરસુરપુર દેવળીયાના ૫૪ વર્ષીય મહિલા, કુંકાવાવના શિવનગરના ૪૯ વર્ષીય પુરુષ, ખાંભાના ૭૪ વર્ષીય પુરુષ, સાવરકુંડલાના વંડાના ૫૨ વર્ષીય પુરુષ, અમરેલીના રીકડીયાના ૪૩ વર્ષીય પુરુષ, અમરેલીના લાપાળીયા ૬૫ વર્ષીય પુરુષ, સાવરકુંડલાના ધાર-કેરાળાના ૩૩ વર્ષીય પુરુષ, લીલીયાના પુતળીયા (દાડમા) ના ૮૨ વર્ષીય વૃદ્ધા, લીલીયાના પુતળીયા (દાડમા) ના ૬૨ વર્ષીય વૃદ્ધા, અમરેલીના ૫૧ વર્ષીય મહિલા, બાબરાના ચમારડીના ૪૦ વર્ષીય પુરુષ, ખાંભાના ભાડના ૬૦ વર્ષીય પુરુષ, ધારીના કોઠા-પીપરીયાના ૨૮ વર્ષીય યુવાન, લાઠીના ૩૫ વર્ષીય પુરુષ, લાઠીના નારાયણનગરના ૨૪ વર્ષીય યુવાન, વડિયાના સુરગપરાના ૩૩ વર્ષીય પુરુષ, સાવરકુંડલાના ડેડકડીના ૭૦ વર્ષીય વૃદ્ધ, સાવરકુંડલાના ડેડકડીના ૪૮ વર્ષીય પુરુષ, ખાંભાના લાસાના ૫૧ વર્ષીય પુરુષ, ખાંભાના મોટા સમઢિયાળાના ૪૦ વર્ષીય પુરુષ અને સાવરકુંડલાના નાની વડાળના ૫૨ વર્ષીય મહિલાના કોવિડ-૧૯ના રિપોર્ટ પોઝિટિવ આવેલા છે. આ ઉપરાંત લાઠીના કાછરડીના ૭૨ વર્ષીય વૃદ્ધાનું દુઃખદ અવસાન થયું છે.
હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ અમરેલી જિલ્લામાં ૧૪ મૃત્યુ, ૮૬ ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે તેમજ ૮૨ સારવાર હેઠળ છે. આજ સુધી કુલ ૧૮૧ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.
આપને કે આપની આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨-૨૨૮૨૧૨ તથા ૮૨૩૮૦ ૦૨૨૪૦ અથવા રાજ્યની હેલ્પલાઇન ૧૦૪ કે કેન્દ્રની હેલ્પલાઇન ૧૦૭૫ ઉપર તાત્કાલિક જાણ કરવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આવી માહિતી છુપાવવી કે મોડી આપવી જોખમી સાબિત થઈ શકે છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
