ન્યુઝ રાજુલા
અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા વિક્ટર ગામે ખોડીયાર કન્ટ્રકસન દ્વારા કિટ વિતરણ કરવામાં આવી હતી
કોરોના વાઇરસ ની મહામારી ના સમય માં આજરોજ વિક્ટર મુકામે શ્રી ખોડિયાર કંટ્રક્શન તેમજ હોટેલ શ્રી ઇન જાફરાબાદ અને અમરેલી ડો.કાનાબાર સાહેબ(ભા.જ.પ. શીર્ષ નેતૃત્વ અમરેલી જિલ્લો) અને તેમની ટીમ દ્વારા વિક્ટર આરોગ્ય કેન્દ્ર વિસ્તાર માં આવતા કોરોના વોરિયર્સ એવાં આશા વર્કર બહેનો નો ને રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રવુભાઈ ખુમાણ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી શુકલભાઈ બલદાણીયા, શ્રી ચંદુભાઈ શિયાળ ( હોટેલ શ્રી ઇન જાફરાબાદ), શ્રી કમલેશ ભાઈ મકવાણા- વિક્ટર , ડો. શ્રી વિશાલભાઈ શિયાળ – વિક્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શ્રી મનુભાઈ ધાખડા, મયુરદાદા, પરેશભાઈ લાડુમોર- રાજુલા ભાજપ ટીમ , મહેશભાઈ મકવાણા સરપંચ શ્રી વિક્ટર ગ્રામ પંચાયત દ્વારા કોરોના થી બચવા માટે અને જન જાગૃતિ માટે ના સુચનો કરેલ અને કાર્યક્રમ ને સફળ બનાવેલ…
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા




