અમરેલી : બગસરા નગરપાલિકા સંચાલીત સ્મશાન ગૃહમાં પ્રાથમિક સુવિધા નો અભાવ જોવા મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે
– બગસરા નગરપાલિકા સંચાલિત સાર્વજનિક સ્મશાન ગૃહ ખાતે લુહાર સમાજ અને સતવારા સમાજના વ્યક્તિનું અવસાન થયું હોય અંતિમવિધિ માટે સ્મશાન ગૃહ ખાતે પ્રથમ તો અંતિમવિધિ માટે લાકડાની કોઈ વ્યવસ્થા નથી તેમજ પીવાનું પાણી નથી ત્યારે બીજી બાજુ સ્મશાન ગ્રહ ની અંદર ચારે બાજુ ગંદકીના થર જામેલા હોય આ પરિસ્થિતિ જોઈ ડાઘૂઓ રોષે ભરાયા હતા ત્યારે ઉલ્લેખનીય બાબત એ છે કે બગસરા નગરપાલિકા ને સરકાર તરફથી બેસ્ટ સફાઈ એવોર્ડ મળ્યો છે પરંતુ સ્મશાન ની હાલત જોતા નગરપાલિકા જે ખર્ચ સ્મશાન હેઠળ કરે છે તે પ્રમાણે અહીંયા પીવાનું પાણી. સફાઈ અને લાકડા જેવી કોઈ સુવિધા હાલમાં ઉપલબ્ધ ન હોય જેથી કરી સ્મશાન ગૃહમાં આવેલા લોકોનું આરોગ્ય જોગમાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે બગસરા શહેરના સામાજિક કાર્યકર ચિરાગભાઈ પરમાર દ્વારા આગેવાનોને સાથે રાખી આ સાર્વજનિક સ્મશાનમાં જ ધરણા પર બેસવાની ફરજ પડી હતી ત્યારે બગસરા નગરપાલિકા સફાળી જાગતા તાત્કાલિક ધોરણે અધિકારીઓ સ્મશાન ગૃહે પહોંચી ધરણા પર બેઠેલા સામાજિક કાર્યકર ને સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો
રિપોર્ટર…. ઈમ્તિયાઝ સૈયદ બગસરા
મો.9979621950




