-: તા.૦૬/૦૭/૨૦૨૦ :-
અમરેલી શહેરમાં એસ.ટી. મોટા ડેપો સામે જાહેરમાં ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા ૫ ઇસમોને રોકડા રૂપીયા ૩૭૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ
* મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ અમરેલી જીલ્લમાં જુગારની બદીથી ઘણા પરીવારો આર્થીક નુકસાની ભોગવતા હોય આવા જુગારીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ હાલમાં પ્રોહી/જુગાર ની સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજ કરેલ હોય અને વધુમાં વધુ કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. કે.ડી.જાડેજા સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા આર્મ પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ પરમાર તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા આરીફખા ભોજવાણી એ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકિકત મળેલ કે અમરેલી મોટા બસ સ્ટેન્ડની સામે ઓટો રીક્ષાના પાર્કિંગમાં રીક્ષાઓની આડશમાં કેટલાક ઇસમો ગે.કા. પૈસા પાન વડે તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. જેથી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા પાંચ ઇસમોને કુલ રોકડા રૂ.૩૭૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
-: પકડાયેલ ઇસમો :-
(૧) સબ્બીરભાઇ ભીખુભાઇ બેલીમ (૨) ફીરોજભાઇ રસુલભાઇ પઠાણ (૩) સલમાન રહીમખાન પઠાણ (૪) સાજીદભાઇ મહમદભાઇ ધંધુકીયા (૫) મોહમ્મદભાઇ નુરમહમદભાઇ બ્લોચ રહે. બધા અમરેલી
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


