અસંખ્ય ગુન્હાના આરોપીઓએ કોરોના વયરસમાં રહેલા મહિલા પોલીસની ફરજમાં રુકાવટ બદલ નામદાર કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરાયો
💫 _ગઈ તા. 04.05.2020 ના રોજ જૂનાગઢ શહેરના પાંચ હાટડી ચોકમાં ફરજમાં રહેલ મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલ તથા ટીઆરપી જવાન સાથે ફરજમા હતા, દરમિયાન આરોપીઓ ડબ્બલ સવારીમાં નીકળી, ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરતા, માસ્ક પહેરેલ ના હોઈ, ફરજમાં રહેલ પોલોસ દ્વારા ટોકવામાં આવતા, આરોપી મોહસીન ઉર્ફે હોલે હોલે તથા એક અજાણ્યો આરોપીએ ગાળો બોલી, ગર્ભિત ધમકી આપી, પગ વડે ફરિયાદીને લાત મારી નાસી જતા, બને આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજમાં રુકાવટ, જાહેરનામા ભંગ બદલ ફરજમાં રહેલ પોલીસ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, ગુન્હો નોંધાવતા, આ ગુન્હાની તપાસ એ ડિવિઝનના ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.પી. ગોસાઈ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી…_
💫 _કોરોના વાયરસના બંદોબસ્તમાં રહેલ પોલીસ જવાન તથા ટીઆરપી જવાન સાથે ફરજમાં રૂકાવટ કરવાની બાબતને ગંભીરતાથી લઇ, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક પકડી પાડી, ધરપકડ કરી, કાયદાનું ભાન કરાવવા તથા દાખલારૂપ કાર્યવાહી કરવા માટે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા સુચનાઓ કરી, લોકલ ક્રાઇમ બ્રાન્ચને પણ આરોપીની તપાસમાં જોતરેલ હતી…._
💫 _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. આર.સી.કાનામીયા તથા સ્ટાફના એ.એસ.આઈ. રવિરાજસિંહ, હે.કો. વિકાસભાઈ, મોહસીનભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરતા કુખ્યાત આરોપી મોહસીન ઉર્ફે હોલે હોલે નાસી ગયો હતો. પોલીસ દ્વારા અવાર નવાર તપાસ હાથ ધરવામાં આવતા, મળી આવતો ના હતો. બે દિવસ પહેલા જૂનાગઢ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા મળેલ બાતમી આધારે આરોપીઓ (1) મોહસીન ઉર્ફે હોલે હોલે ફિરોઝભાઈ મલેક ઉવ. 25 રહે. ધારાગઢ દરવાજા, સુખનાથ ચોક, જૂનાગઢ તથા (2) રિઝવાન ઉર્ફે રિયાઝ ફિરોઝખાન યુસુફજય જાતે પઠાણ ઉવ. 23 રહે. પીશોરીવાડા, સુખનાથ ચોક, જૂનાગઢને પકડી પાડી, રાઉન્ડ અપ કરી, કોરોના ટેસ્ટ કરાવવામાં આવેલ હતો. કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા, આજરોજ ધોરણસર અટક કરવામાં આવેલ હતો. *પકડાયેલ આરોપી મોહસીન ઉર્ફે હોલે હોલે દ્વારા કોરોના બંદોબસ્તમાં રહેલ મહિલા પોલીસ ની ફરજમાં રુકાવટ કરવામાં આવેલ હોઈ, પોલીસના મોરલ માટે તેને કાયદાનું ભાન કરાવતા, કુખ્યાત આરોપી મોહસીન ઉર્ફે હોલે હોલે બકરી બની ગયો હતો અને ફરિયાદી મહિલા કોન્સ્ટેબલની માફી માંગી, પોતે ભવિષ્યમાં આ પ્રકારની હરકત ક્યારેય પણ નહીં કરે* તેવું જણાવેલ હતું….._
💫 _પકડાયેલ આરોપી મોહસીન ઉર્ફે હોલે હોલે ભૂતકાળમાં અસંખ્ય મારામારી, ઘરફોડ, ખૂંનીંકોશિષ, ધમકી, બળજબરીથી કઢાવી લેવા, આર્મ્સ એકટ, સહિતના આશરે 15 જેટલા ગુન્હાઓમાં પકડાયેલ નામચીન ગુન્હેગાર હોઈ, ભૂતકાળમાં તડીપાર થયેલ સીધે અને તડીપાર ભંગ બદલના ગુન્હામાં પણ પકડાયેલ છે. જ્યારે આરોપી રિઝવાન ઉર્ફે રિયાઝ પણ મારામારી, બળજબરીથી કઢાવવા, ધમકી આપવાના, પ્રોહીબિશન એકટ હેઠળ, સહિતના અડધો ડઝન ગુન્હાઓમાં પકડાયેલ છે. કોરોના વાયરસ બંદોબસ્તમાં રહેલ પોલીસની ફરજમાં રુકાવટ કરેલ હોઈ, જેને નામદાર કોર્ટ મા રજુ કરવામાં આવતા, જેલ હવાલે કરવામાં આવેલ છે…._
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ


