Uncategorized

આગામી ૧૨ થી ૧૮ ડિસેમ્બર દરમિયાન જિલ્લાકક્ષાની ગાયન સ્પર્ધાનું આયોજન

આગામી ૧૨ થી ૧૮ ડિસેમ્બર દરમિયાન જિલ્લાકક્ષાની ગાયન સ્પર્ધાનું આયોજન

૨૬ ડિસેમ્બરના રાજ્યકક્ષાની ગાયન સ્પર્ધા યોજાશે*

અમરેલી, તા. ૧૦ ડિસેમ્બર ૨૦૨૦

માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૧/૧૦/૨૦૨૦નાં રોજ ગુજરાતનાં યુવાધનને યોગ તથા શારીરિક સશકત બનાવવાનાં હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીનાં વપરાશ સાથેનાં અભિગમથી “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ”નાં અભિયાનની નવતર પહેલ કરી છે. હાલનાં કોરોના મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટસ એપ, ઈન્સ્ટાગ્રામ, તથા વિડીયો ગેઈમ્સ જેવી પ્રવૃતિઓમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા, એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ”ની નવી યોજના મંજુર કરેલ છે. આ યોજનાને “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ, ફેસબુક પેજ, યુ-ટ્યુબ ચેનલ, રેડીઓ ક્વીઝ, ચિત્રસ્પર્ધા, ટેલીવીઝન તેમજ સોશીયલ મીડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડીઓ/વિડીઓ કલીપ રજુ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.

આ હેતુને સુચારુ પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી, અમરેલી દ્વારા સંયુક્ત રીતે “ગાયન(સુગમ સંગીત(૫ મિનીટ), લગ્નગીત(૭ મિનીટ), શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની)(૧૦ મિનીટ), લોકગીત/ભજન(૭ મિનીટ) સ્પર્ધાનું આયોજન કરેલ છે, જેમાં વયજૂથ પ્રમાણે કલાકારો ભાગ લઇ શકશે, જેમાં ૬ થી ૧૪ વર્ષ સુધીના, ૧૫ થી ૨૦ વર્ષ સુધીના, ૨૧ વર્ષથી ૫૯ વર્ષ સુધીના તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓપન વયજૂથમાં ભાગ લઇ શકશે. ઉક્ત સ્પર્ધાનાં કલાકારોએ પોતાનું નામ, સરનામું મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ આઈડી, સ્કૂલનું નામ અને સરનામું વગેરે બાબતનો વિડીઓ કલીપમાં ઉલ્લેખ કરવાનો રહેશે. વિડીઓ કલીપ તૈયાર કરી તા.૧૮-૧૨-૨૦૨૦ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમનં.૧૧૦/૧૧૧,અમરેલી ખાતે મોકલવાની રહેશે.

જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ|.૧૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ|.૭૫૦/- તેમજ તૃતીય ઇનામ વિજેતાને રૂ|. ૫૦૦/- ઇનામ આપવામાં આવશે.

રાજ્યકક્ષાની ગાયન સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ|.૨૫૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ|.૧૫૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ|.૧૦૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ|.૫૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે.

આ અંગે વધુ માહિતી માટે “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબૂક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ-ટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsiROvtHpN4rK ensUaz-g અથવા કચેરીના ફોન નંબર ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *