આગામી ૧૯ ઓક્ટોબર સુધી આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવવા અરજી કરી શકાશે
અમરેલી, તા: ૭ ઓક્ટોબર ૨૦૨૦
અમરેલી જિલ્લાની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) /સ્વ-નિર્ભર સંસ્થાઓમાં કેટલાક વ્યવસાયમાં પ્રવેશ સત્ર ઓગસ્ટ-૨૦૨૦ માં અમુક બેઠકો ખાલી રહેલ છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ http://itiadmission.gujarat.cov.in ઉપરથી નવીન પ્રવેશ ફોર્મ ભરી નજીકની કોઈપણ આઈ.ટી.આઈ. ખાતે રૂ. ૫૦/- રજીસ્ટ્રેશન ફી અને જરૂરી પ્રમાણપત્ર સહિત જમા કરાવવાનું રહેશે. જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરેલ હોય અને કોઈ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી. તેઓએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ, રજીસ્ટ્રેશન ફીની રસીદ નકલ સહિત સંબંધિત સંસ્થાને અરજી કરવાની રહેશે.
આગામી ૧૯ ઓક્ટોબર સુધીમાં ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી આઈ.ટી.આઈ. ખાતે રજીસ્ટર કરવાના રહેશે. તા. ૨૦ ઓક્ટોબરના જે તે સંસ્થા ખાતે મેરીટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ તા: ૨૧ થી ૨૩ ઓક્ટોબર સુધીમાં રૂબરૂ મુલાકાત અને પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)


