Uncategorized

આજરોજ ખંભાળિયા માં જલારામ બાપા ના મંદિર હોલ માં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારકા જીલ્લા

આજરોજ ખંભાળિયા માં જલારામ બાપા ના મંદિર હોલ માં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારકા જીલ્લા ની બેઠક નું આયોજન સવાર ના ૧૦ થી ૧૨ વાગ્યા સુધી રાખવામાં આવેલ હતું. અયોધ્યા માં ભવ્ય રામ મંદિર ના નિમૉણ હેતુ માટે ભારત ભર ના દરેક ગામો, શહેરો માં થી નિધી એકત્રીકરણ ની યોજના ના ભાગરૂપે બેઠક બોલાવવામાં આવી હતી જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના જીલ્લા કાયૅવાહ‌ શ્રી નિકુંજભાઇ ખાંટ યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી તથા‌ વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના ધમૉચાયૅ સંપર્ક પ્રમુખ શ્રી પ્રવિણસિંહ કંચવા દ્રારા દિલ્હી માં ૧૦- ૧૧ નવેમ્બર ના રોજ સંતો ની કેન્દ્રિય માગૅદશૅક મંડળ ની‌ બેઠક માં લેવાયેલ વિવિધ નિણૅયો ની માહિતી આપી હતી. જીલ્લા, શહેર, તાલુકા ના ઇન્ચાર્જ ની નિમણુંક કરવામાં આવી હતી. સંઘ ના અધિકારી શ્રી દિપકભાઇ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા. બજરંગદળ ના સૌરાષ્ટ્ર પ્રાંત ના સંયોજક શ્રી રવિરાજસિંહ જાડેજા તથા વિશ્વ હિન્દુ પરિષદ જામનગર વિભાગ ના મંત્રી શ્રી વિશાલભાઇ ખખ્ખર, વિહિપ દ્રારકા જીલ્લા ના મંત્રી શ્રી દિપકભાઈ જાની, બજરંગદળ ના જીલ્લા સંયોજક શ્રી અજયભાઈ કારાવદરા, સાપ્તાહિક મિલન કેન્દ્ર ના જીલ્લા સંયોજક શ્રી અમિતભાઈ જાદવાણી, વિહિપ ખંભાળિયા શહેરના ઉપપ્રમુખ શ્રી જયસુખભાઈ મોદી, શહેર મંત્રી શ્રી મનીષભાઈ જેઠવા, પ્રખંડ પ્રમુખ શ્રી મહેશભાઈ બારોટ, બજરંગદળ ના તાલુકા ના સહસંયોજક શ્રી શક્તિભાઈ ગઢવી , પ્રચાર પ્રસાર ના શ્રી હિતેશભાઈ રાયચુરા, શ્રી રામભા માણેક, શ્રી ભાવેશભાઈ સોનગરા, શ્રી સોમભા માણેક , શ્રી‌ સંજયભાઈ અઘેડા તથા મહિલા વિભાગ અને દુગૉવાહીની ની બહેનો તથા ભાણવડ, જામજોધપુર, ખંભાળિયા, દ્રારકા, કલ્યાણપુર ના કાયૅકતૉઓ આ બેઠક માં ઉપસ્થિત રહ્યા હતા.બેઠક પુર્ણ થયે જલારામ મંદિર ના ટ્રસ્ટીશ્રીઓ દ્રારા ‌મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા ટ્રષ્ટી શ્રી રમેશભાઈ લાલ દ્રારા ઉપસ્થિત સર્વે હોદેદારો ભાઇઓ તથા બહેનો નું જલારામ બાપા ના નિજ મંદિર માં પવિત્ર ઉપરાણું ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. બેઠક નું સંચાલન જીલ્લા મંત્રી‌ શ્રી દિપકભાઈ જાની એ કરેલ હતું. રિપોર્ટર વિતલ પીસાવાડિયા

IMG-20201129-WA0052-2.jpg IMG-20201129-WA0051-1.jpg IMG-20201129-WA0050-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *