ઉપલેટા પંથકમાં એક ઇંચ વરસાદ સેવત્રા,ખાખીજારીયા,ગઢાળા,મંજુરા ખેતરોમાં પાણી પાણી
ભાયાવદર ખાખીજાળીયા રોડ પર ચાર વૃક્ષ ધરાશાયી
ઉપલેટા તાલુકામાં ભરઉનાળામાં અડધાથી એક ઇંચ વરસાદ પવન સાથે ખાબકતા ખેતરમાં વાવેલું ઊનાળુ પાકને નુકસાની થવા પામી છે તેમજ ભાયાવદર ખાખીજાળીયા અને નાની વાવડી ગામે રસ્તા પર મોટા ઝાડ પડી જતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો ભરઉનાળે શહેરમાં વરસાદનું આગમન થતાં એક કલાકમાં એક ઇંચ પાણી પડી ગયું હતું જ્યારે સેવત્રા ખાખીજાળીયા,મોજીરા,ગઢાળા સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા વરસાદના કારણે ખેતરોમાં આવેલો ઉનાળુ પાકને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે જ્યારે ભારે પવનને કારણે ખાખીજાળીયા ભાયાવદર રોડ ઉપર મોટા ઝાડ પડી જતાં વાહન વ્યવહાર ખોરવાઇ જવા પામ્યો હતો ભાયાવદર ના પી.એસ.આઈ ચાવડા તથા સ્ટાફ ના શિવુભા ઝાલા સહિત સ્ટાફ પોહચી ઝાડને દુર કરી વાહન વ્યવહાર ચાલુ કરાવેલ હતો
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા