તાજેતરમાં ભારતની સર્વોચ્ચ સભા એવી રાજ્ય સભાની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ગુજરાતમાંથી રાજકોટના અભયભાઈ ભારદ્વાજ ચૂંટાયેલા છે. અભયભાઈ બાળપણથી જ રાષ્ટ્રીય રંગે રંગાયેલા અને ધર્મ ભક્તિમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા સાથે સાથે ધારાશાસ્ત્રી તરીકેની હકારાત્મક સુજબૂજ ધરાવતા જેને કારણે 2016 માં પણ રાષ્ટ્રીય લો કમિશન ન્યુ દિલ્લી ના સદસ્ય તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી. ગુજરાત માંથી અભયભાઈ રાજ્યસભામાં ચૂંટાતા ઉપલેટા સિદ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અને નગર સેવક એવા જયેશભાઇ ત્રિવેદી દ્વારા મોમેન્ટો તથા સન્માન પાત્રો દ્વારા અભયભાઈ ભારદ્વાજ નું રાજકોટ ખાતે સન્માન કરવામાં આવ્યું તેમજ તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
આ કાર્યક્રમમાં સોસિયલ ડિસ્ટનસિંગ નું સખ્ત પાલન કરી .જગદીશભાઈ પૈડા,પરબતભાઇ ડાંગર, ડૉ. રાજેશભાઇ ત્રિવેદી, મેહુલભાઈ મહેતા, મનીષભાઈ બોડા, દીપકભાઈ ત્રિવેદી, હેમનભાઈ વ્યાસ, એ હાજરી આપી અભયભાઈને સન્માનિત કરી ખુબખુબ અભિનંદન આપ્યા હતા.
રિપોર્ટ:-વિપુલ ધામેચા
ઉપલેટા



