ઓણ સાલ મેઘરાજાએ અનરાધાર હેત વરસાવતા પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે.છેલ્લાં ૪ દિવસથી સમગ્ર ગુજરાતમાં મેઘ મહેરથી ખુશીની લહેર છવાઈ ગઈ છે.તો કેટલાય પંથકમાં વરસાદ વઘુ થતાં પરિસ્થિતિ ગંભીર બની છે.અમરેલી જીલ્લામાં સામાન્યથી લઈને અનરાધાર મેઘથી જનતા ખુશ છે તો ક્યાંક નુકશાન છે.દામનગર શહેરની ધરોહર અને શ્રીમાન ગાયકવાડ સરકારે ૧૨૦ વર્ષ પહેલા દુષ્કાળ સમયે બંધાવી આપેલ શ્રી કુંભનાથ મહાદેવ મંદિરને સ્પર્શતુ તળાવ તા.૧૪-૮ ને શુક્રવારે બપોરે ૧૨-૧૦ કલાકે ૧૦ ફૂટની સપાટી વટાવી છલકાતા ( ઓવરફ્લો ) થતાં રમણીય અને આહલાદક નઝારાને નિહાળવા પ્રકૃતિ પ્રેમીઓ ઉત્સુકતા સાથે લોકડાઉનનાં નિયમો સાથે ઉમટી પડ્યા હતાં. દામનગર શહેરનું એક માત્ર ફરવાલાયક સ્થળ શ્રી કુંભનાથ મહાદેવ પરિસરમા રૂ. દોઢ કરોડના સરકારી ગ્રાન્ટમાથી બ્યુટીફીકેશન થઈ રહ્યુ છે.અહેવાલ અતુલ શુકલ.



