કેન્સરગ્રસ્ત મહિલા ને રાજકોટ કેન્સર હોસ્પિટલ ખાતે સારવાર કરાવતા *જુનાગઢ પોલીસ પોતાની પડખે ઊભી રહી ના હોત તો, આર્થિક પરિસ્થિતિના કારણે પોતે સારવારથી વંચિત રહી જાત ડીવાયએસપી કચેરીનો આભાર માન્યો
💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_
💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા પ્રજાની મદદ કરવાની અને તેઓને *લોક ડાઉન દરમિયાન કોઈ કામકાજ સબબ જરૂરિયાત સમયે મદદ કરવા તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ* કરવામાં આવેલ છે…._
💫 _હાલમાં લોક ડાઉન તા. 17.05.2020 સુધી વધારવામાં આવેલ હોઈ, *જૂનાગઢ શહેરના નથીબુ મસ્જિદ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરીને જીવન ગુજારતા અમીનાબેન યુનુસભાઈ આમદાણી રહે. નાથીબુ મસ્જિદ પાસે, જુનાગઢ (M :- 72260 62591)એ પોતાની પુત્રી સાથે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, હાલમાં લોક ડાઉનનું જાહેરનામું હોઇ, પોતાના પતિ યુનુસભાઈ મજૂરી કરે છે, પરંતુ હાલમાં લોક ડાઉન ચાલુ હોઇ, પોતાને ખાવાના પણ સાંસા હોવાનું જણાવી, પોતાને કેન્સરની બીમારી છે અને જેની સારવાર નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ રાજકોટ ખાતે ચાલે છે. પોતે કેન્સરની સારવાર અનુસંધાને રાજકોટ જવું જરૂરી છે અને વાહનોની અવર જવર બંધ હોઈ, પોતાની પાસે કોઈ આર્થિક સગવડ પણ ન હોવાનું જણાવી, ગળગળા થઈ ગયેલ હતા. કેન્સરગ્રસ્ત મહિલાએ શક્ય હોય તો, પોતાને નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ રાજકોટ કે, જે તિરુપતિ નગર નિર્મલા કોન્વેન્ટ સ્કુલની સામે આવેલ છે, ત્યાં સારવાર લેવાળાવવા દેવામાં આવે તો, પોતે પોલીસ ખાતાની આભારી* થશે તેવું જણાવેલ હતું. પોતાની પાસે *માં અમૃતમ કાર્ડ હોય, જે નાથાલાલ પારેખ હોસ્પિટલમાં આપવામાં આવે તો, સારવાર મળી શકે તેમ હોવાનું જણાવી, પોતાને અહીંયા થી રાજકોટ પહોંચાડવાની સગવડ કરી આપવા* વિનંતી કરીને જણાવવામાં આવેલ હતું…_
💫 _જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, સીપીઆઈ પી.એન.ગામીત, પીએસઆઇ જે.એચ.કચોટ, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા કેન્સર ગ્રસ્ત મહિલા અમીનાબેનને *રાજકોટ સારવાર કરવા માટે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર પાસ વાળી કારમાં* મોકલવા વ્યવસ્થા કરવામાં આવેલ હતી. બીજા દિવસે અમીનાબેન તેમજ અમીનાબેનની દીકરી રાજકોટ ખાતે નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ ખાતે સારવાર કરાવી, રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઇ. ખુમાનસિંહ વાળા તથા પો.કો. હાર્દિકસિંહ દ્વારા કેન્સર હોસ્પિટલ ખાતેથી વાહનની વ્યવસ્થા કરી, તેઓની મદદથી જૂનાગઢ પરત આવી ગયા હતા…_
💫 _જુનાગઢ શહેરના *કેન્સરગ્રસ્ત મહિલા અમીનાબેન યુનુસભાઈ આમદાણીએ જુનાગઢ પોલીસને પોતાને કેન્સરની સારવાર કરાવી અને કિમોથેરાપીનો ડોઝ અપાવવા માટે મદદ કરવામાં આવેલી, તેનાથી પ્રભાવિત થઈ, રાજકોટ કેન્સર હોસ્પિટલ ખાતે સારવાર કરાવી, પરત આવી, સીધા જ જુનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે રૂબરુ આવી, જુનાગઢ પોલીસનો ખુબ આભાર વ્યક્ત* કરેલ અને જણાવેલ કે *જુનાગઢ પોલીસ પોતાની પડખે ઊભી રહી ના હોત તો, લોક ડાઉનના સમયમાં અને પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે પોતે સારવારથી વંચિત રહી જતા અને કદાચ કેન્સર રોગનો ફેલાવો વધી જાત….!!! તેવું જણાવી ગળગળા થયેલ અને આભારની લાગણી વ્યક્ત* કરવામાં આવેલ હતી……_
💫 _જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, સીપીઆઈ પી.એન.ગામીત, ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, જે.એચ.કચોટ, સહિતની ટીમ દ્વારા *જૂનાગઢની કેન્સર ગ્રસ્ત મહિલાને સારવાર અપાવવા પોતાના ખર્ચે વાહનની સગવડ કરાવી આપી, રાજકોટ શહેર પોલીસની મદદથી રાજકોટ કેન્સર હોસ્પિટલ ખાતે સારવાર પણ કરાવી આપવામાં આવેલ* હતી. જુનાગઢ પોલીસ દ્વારા *કપરા સંજોગોમાં મદદ કરવામાં આવતા, કેન્સર ગ્રસ્ત મહિલા અમીનાબેન યુનુસભાઈ આમદાણી દ્વારા જૂનાગઢ પોલીસ અને રાજકોટ પોલીસનો આભાર* વ્યક્ત કર્યો હતો. *કેન્સર ગ્રસ્ત મહિલા અમીનાબેન દ્વારા જૂનાગઢ પોલીસની આવી પોતાના કુટુંબ પણ ના કરે તેવી સેવા અનુભવીને પોલીસ આવી પણ હોય છે, તેવો ભાવ વ્યક્ત કરી, ભાવ વિભોર* થયા હતા. *જૂનાગઢ પોલીસ દ્વારા અમીનાબેનના પરિવારને અનાજ કરિયાણાની કીટની પણ વ્યવસ્થા* કરવામાં આવેલ હતી….._
💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા કેન્સર ગ્રસ્ત મહિલા દર્દીને કપરા સંજોગોમાં મદદ કરવાના કારણે , *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ