જૂનાગઢ
તા.31.3.2020
કોરોના વાયરસ સંદર્ભે જૂનાગઢ જિલ્લાની ૭ નગરપાલીકા વિસ્તારમાં સઘન પગલા લેવાયા
આરોગ્ય વિષયક કામગીરી સાથે લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તેની વ્યવસ્થા ગોઠવાઇ
જૂનાગઢ જિલ્લાની માંગરોળ, કેશોદ, વિસાવદર, વંથલી, ચોરવાડ, બાંટવા, અને માણાવદર એમ સાત નગરપાલીકા વિસ્તારોમાં સમગ્ર જૂનાગઢ જિલ્લાની સાથે કોરોનાં વાયરસ સંદૃભે પગલા લેવામાં આવ્યા છે.
દરેક નગરપાલીકા વિસ્તારમાં શહેરની સફાઇ, દવાનો છંટકાવ, કલોરીનેશન, પુરતા પ્રમાણમાં પીવાના પાણીની વ્યવસ્થા, સાથે નગરપાલીકા વિસ્તારમાં આવેલ સરકારી કચેરીને નિયમિત સેનીટાઈઝેશન કરવાની કામગીરી કરવામાં આવી છે.
નગર પાલીકા સેનીટેશન સ્ટાફને કોરોનાં કોવીડ-૧૯નાં સંક્રમક વાયરસથી બચાવવા પર્સનલ પ્રોટેક્શન ઈક્વીપમેન્ટ પુરા પાડી તેનું સમયાંતરે ચેકઅપ કરવામાં આવે છે. દરેક લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ, શાકભાજી, દુધ અનાજ કરીયાણુ, દવાઓ, ફળફળાદી, મળી રહે તે માટે સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ અને બપોર બાદ ૩-૦૦ થી ૫-૦૦ દરમ્યાન વ્યવસ્થાઓ નક્કી કરવામાં આવી છે. અહિં ખાસ સર્કલો બનાવી એક મીટરનું અંતર જળવાઇ રહે તેની કાળજી લેવામાં આવી છે.
શાકભાજી બજારો વધુ જગ્યાવાળા વિસ્તારોમાં બદલવામાં આવી છે. તેમ જણાવી નોડલ અધીકારી અને માંગરોળનાં ચિફ ઓફીસર પી.એ.ચાવડાએ કહ્યુ કે શહેરી વિસ્તારનાં શ્રમીકો તથા બહારનાં રાજ્યનાં શ્રમીકોને માટે સામાજીક સ્વૈચ્છીક સંસ્થાઓનાં સહયોગથી ટીફીન સેવા તેમજ કીટ વિતરણ કરવામાં આવે છે.
હોમ કવોરોન્ટાઇલ હેઠળનાં ઘરોની તાલુકા હેલ્થ કચેરી દ્વારા નિયમિત મુલાકાત લેવા સાથે આવા ઘરોમાં અલગથી હોમ ડિલવરીની વ્યવસ્થા કરાઇ છે. લોકડાઉન દરમ્યાન લોકો ઘરમાં જ રહે તે માટે પ્રચાર-પ્રસાર સહિત જિલ્લા વહિવટીતંત્રનાં સતત સંપર્કમાં રહી સઘન પગલા લેવાયા હોવાનું શ્રી ચાવડાએ વધુમાં જણાવ્યુ હતુ.
રિપોર્ટ
શ્રેય શાહ
સાથે
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ