કોરોના સંક્રમણને અટકાવવા કલેકટરશ્રી દ્વારા જાહેરનામું : હવે અમરેલી જિલ્લામાં માસ્ક ફરજીયાત
પ્રથમ વાર નિયમ ભંગ બદલ રૂ. ૫૦૦ અને બીજી વખત રૂ. ૧૦૦૦ ના દંડ સહિત કડક કાર્યવાહી
અમરેલી, તા. ૧૭ એપ્રિલ
હાલ સમગ્ર વિશ્વ કોરોનાના આતંક વચ્ચે જીવી રહ્યું છે. ત્યારે રાજ્ય તેમજ અમરેલી જિલ્લામાં નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે તંત્ર દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે.
આજસુધી અમરેલી જીલ્લામાં કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. છતાં તકેદારીના ભાગરૂપે અમરેલીના કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત હવે જિલ્લાવાસીઓએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજીયાત છે. જો કોઈ વ્યક્તિ માસ્ક વિના પકડાશે તો પ્રથમ વખત રૂ. ૫૦૦ નો દંડ તેમજ બીજી વખત રૂ. ૧૦૦૦ નો દંડ વસૂલ કરવામાં આવશે. આ આદેશ તારીખ ૧૬ સાંજના છ વાગ્યાથી અમલમાં મુકવામાં આવ્યો છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756